સપ્ટેમ્બર 18, 2024 9:30 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 9:30 એ એમ (AM)

views 16

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આગામી મહિનાની 5મી તારીખે મતદાન થશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સોમવારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો, જે બાદ ચૂંટણી માટે હવે કુલ 1 હજાર 31 ઉમેદવારો મેદાનમાં છે. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું કે, 101 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહી છે. જ્યારે 462 ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં એક તબક્કામાં યોજનારી ચૂંટણી માટે આગામી મહિનાની 5મી તારીખે મતદાન થશે. દરમિયાન રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ભિવાની અને ફરીદાબાદમાં...

સપ્ટેમ્બર 5, 2024 10:14 એ એમ (AM) સપ્ટેમ્બર 5, 2024 10:14 એ એમ (AM)

views 5

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. જાહેરનામું બહાર પડતાં જ નામાંકન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ આ મહિનાની 12 તારીખ છે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 13 તારીખે કરવામાં આવશે. નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર છે. 90 સભ્યોની હરિયાણા વિધાનસભા માટે 5 ઓક્ટોબરે મતદાન થશે અને મતગણતરી 8 ઓક્ટોબરે થશે.