ઓગસ્ટ 12, 2024 10:52 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 10:52 એ એમ (AM)
8
રાજ્યભરમાં હર ઘર તિરંગા યાત્રા અતર્ગત વિવિધ કાર્યક્રમોનુ આયોજન થયું
હર ઘર તિરંગા અભિયાનની સમગ્ર દેશ અને રાજ્યમાં ઉમળકા ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યની વિવિધ શાળાઓ, કોર્પોરેશન, ખાનગી અને સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો તેમજ આમ નાગરીક આ અભિયાનમાં સહભાગી બની પોતાનું યોગદાન આપી રહ્યા છે. તા. 9 ઓગસ્ટ થી સમગ્ર દેશમાં શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાનને કૃષિ સાથે સાંકળી ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામે હર ઘર તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગામના ખેડૂત ભાઈ-બ...