ડિસેમ્બર 14, 2024 3:04 પી એમ(PM)

views 15

હોસ્પિટલોએ “અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી” તેવા સાઈન બોર્ડ લગાવવા પડશે

તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોને આ હોસ્પિટલના દર્દીઓએ “અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી” તેવા સાઈન બોર્ડ લગાવવા પડશે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. ત્યારે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ હોસ્પિટલના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા દર્દીઓને ફરજ પાડી શકશે નહીં.

ઓક્ટોબર 11, 2024 3:30 પી એમ(PM)

views 24

રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર દરોડા, બે કરોડનો અખાદ્ય જથ્થો જપ્ત

રાજ્યભરમાં તહેવારોની મોસમ દરમિયાન ખોરાક અને ઔષધ તંત્ર દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ ચાલી રહી છે. જે અંતર્ગત છેલ્લા 6 દિવસ દરમિયાન રાજયમાં અલગ અલગ જગ્યાઓ પર કરેલી રેડમાં કુલ પોણા બે કરોડ રૂપિયાનો અખાદ્ય જથ્થો જપ્ત કરાયો છે. આ સાથે રાજકોટ માં AVN પ્રોડક્ટ લોધીકા માથી 15 હજાર 442 કિલો ઘી અને ભાવનગરના પાલીતાણા માંથી 4 હજાર 684 કિલો તેજાના અને મસાલા જપ્ત કર્યાં હતા.