ઓગસ્ટ 5, 2024 10:26 એ એમ (AM)

views 13

વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જીલ્લામાં સાંબેલાઘાર વરસાદના પગલે પૂરની સ્થિતિ

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જીલ્લાઓમાં બારેમેઘ ખાંગા થયા છે.. સાંબેલાધાર વરસાદને કારણે આ તમામ જીલ્લોઓની નદીઓમાં ઘૂડાપૂરની સ્થિતિ સર્જાઇ છે.. ડાંગ જીલ્લાના આહવામાં 90 મીલીમીટર, વઘઇ 68 ,સુબિર 69 અને સાપુતારામાં 96 મીલીમીટર વરસાદ વરસ્યો હતો.. ધોધમાર વરસાદના પગલે ગીરા ધોધ માં ભરપૂર પાણીની આવક થઇ હતી જેને કારણે ગીરાધોધ નું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તેમ છતાં સહેલાણીઓ ગીરાધોધ ને જોવા ઉમટ્યા હતા..જ્યારે વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ ને લઇ તમામ શાળા, કોલેજો, ITI, આંગણવાડી ઓ ને બંધ રાખવા ...