સપ્ટેમ્બર 28, 2024 8:48 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2024 8:48 એ એમ (AM)

views 9

રિલાયન્સ ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચે રમાશે

રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ આજે રમાશે. જેમાં ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચે જંગ ખેલાશે. ગાંધીનગરમાં રમાઇ રહેલી વરિષ્ઠ ખેલાડીઓ માટેની રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની રમાનારી ફાઇનલમાં આજે જૂનાગઢ અને ગાંધીનગરની ટીમ વચ્ચે મુકાબલો થશે. આ મેચમાં વિજેતા થયેલા ખેલાડીઓને રાષ્ટ્રીયસ્તરની સંતોષ ટ્રોફી ફૂટબોલ સ્પર્ધાની ગુજરાતની ટીમમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.

ઓગસ્ટ 12, 2024 10:47 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 10:47 એ એમ (AM)

views 14

રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના અત્યાર સુધીમાં 162 કેસ નોંધાયા, કુલ 73 દર્દીઓના મોત અને 81 દર્દીઓ સાજા થતા રજા અપાઇ

રાજ્યભરમાં અત્યારસુધીમાં ચાંદીપુરા વાઇરસના કુલ 162 જેટલા કેસ નોંધાયા છે..જેમાં સાબરકાંઠા- પંચમહાલમાં સૌથી વધુ 16-16 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં મળીને 14 મહેસાણામાં દસ અને વડોદરામાં નવ શંકાસ્પદ કેસ મળેલા છે.. અત્યાર સુધીમાં જે કેસના પરિક્ષણ કરાવાયા છે તેમાં 60 કેસ પોઝિટીવ મળ્યાં છે અને 73 દર્દીઓના મોત થયા છે.. અલગ અલગ જીલ્લાઓમાં આઠ દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યાં છે જ્યારે 81 દર્દીઓ રજા આપવામાં આવેલી છે.. આ કેસ જે ઘરમાં મળ્યા હોય તેની આસપાસના 53 હજાર કરતાં વધુ ઘરોમાં સર્વેલન્સન...

જુલાઇ 12, 2024 9:59 એ એમ (AM) જુલાઇ 12, 2024 9:59 એ એમ (AM)

views 3

આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત છે. ગત ચોવીસ કલાકમાં સુરતના કામરેજમાં, વલસાડ જિલ્લાના ઉમરગામમાં તથા આણંદના બોરસદ ખાતે સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરત, નવસારી, વડોદરામાં, અંદાજિત દોઢથી સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણા, પંચમહાલ, ગીર સોમનાથ અને છોટાઉદેપુર ખાતે સૌથી ઓછો વરસાદ હોવાના અહેવાલો છે, તો ગઇકાલે ભાવનગરના પાલીતાણા પંથકના ઘોઘામાં વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે. ઘોઘા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી ...