જુલાઇ 31, 2024 10:59 એ એમ (AM) જુલાઇ 31, 2024 10:59 એ એમ (AM)
8
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સ્વ-સહાય જૂથની મહિલાઓ સાથે સખી સંવાદ કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ-સહાય જૂથની મહિલાઓ સાથે “સખી સંવાદ” કરશે.. ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાનથી તેમનું જીવનધોરણ સુધારવાના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજ્યભરના 28 હજારથી વધુ સ્વ-સહાય જૂથની સભ્ય એવી ગ્રામીણ નારીશક્તિને કુલ 350 કરોડ રૂપિયાના લાભ વિતરણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ગ્રામીણ નારીશક્તિ સાથે પ્રત્યક્ષ સંવાદ કરશે.. સખી સંવાદમાં સહભાગી થનારી ૩૩ જિલ્લાની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના સ્ટોલ્...