સપ્ટેમ્બર 21, 2024 9:59 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2024 9:59 એ એમ (AM)
10
વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ આવ્યો હતો. જો કે, રેલવે કર્મીની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે ડિવિઝન સુરતના કીમ રેલવે રેલવે સ્ટેશનથી થોડે દૂર કોઈ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ અને ચાવીઓ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની રેલવે કર્મચારીને જાણ થતાં તેમણે સ્થળ પર પહોંચીને ટ્રેક પર મૂકાયેલી ફિશ પ્લેટ અને ચાવીઓને દૂર કરવામાં આવી હતી. આમ રેલવે કર્મચારીની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ થતાં અટકી ગઈ હતી.