નવેમ્બર 20, 2024 10:49 એ એમ (AM) નવેમ્બર 20, 2024 10:49 એ એમ (AM)

views 11

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી

રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સૌથી ઓછું 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગાંધીનગર ,નલિયા અને કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું હતું. અમરેલી, રાજકોટ, મહુવા, કેશોદ વડોદરામાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંઘાયું હતું. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે.

નવેમ્બર 18, 2024 10:36 એ એમ (AM) નવેમ્બર 18, 2024 10:36 એ એમ (AM)

views 5

આજથી શાળા-કોલેજોનું શૈક્ષણિક કાર્ય શરૂ

દિવાળી વેકેશન બાદ આજથી સ્કૂલો, કોલેજોનાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની ધોરણ -1 થી 12ની શાળાઓ તથા કોલેજોમાં આજથી દિવાળી વેકેશન બાદના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આમ આજથી શાળા કોલેજોના પરિસર ફરીથી ધમધમતા જોવા મળી રહ્યા છે. આજથી શરૂ થતું આ સત્ર આગમી પાંચમી મે સુધી ચાલશે.

નવેમ્બર 18, 2024 9:24 એ એમ (AM) નવેમ્બર 18, 2024 9:24 એ એમ (AM)

views 6

ગુજરાત યુનિ. ખાતે ત્રિદિવસીય બ્રિક્સ એજ્યુકેશન એક્સપીડિશન યોજાયું

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શનિવારે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપિડિશન યોજવામાં આવ્યું હતું. જેમાં બ્રિક્સ અને બ્રિક્સ+ રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ બ્રિક્સ એજ્યુકેશન એકસીપીડિશનમાં ભારતના 20 શહેરોમાંથી 100  યુવાઓએ ભાગ લીધો હતો. આ અભિયાનમાં તાલીમ અને સહયોગી સત્રો યોજાયા હતા.  BEE આંતરરાષ્ટ્રીય યુવા સહકાર "રશિયા-બ્રિક્સ", યુથ અફેર્સ માટેની ફેડરલ એજન્સી, રશિયા, બ્રિક્સ યુથ એલાયન્સ ઇન્ડિયા, ગુજરાત યુનિવર્સિટી અને ગયુસેક માટે પ્ર...

નવેમ્બર 18, 2024 8:51 એ એમ (AM) નવેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 7

રાજ્યના 61 માર્ગોને રૂ. 2,995 કરોડના ખર્ચે પહોળા કરાશે

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા 2 હજાર 995 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. રાજ્યના 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા 1 હજાર 646.44 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જ્યારે  15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા 580 કર...

નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM) નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM)

views 28

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના ચૂંટણી પ્રવાસે, એક જ દિવસમાં ચાર સભા સંબોધશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ એક જ દિવસમાં ચાર જનસભાઓ સંબોધશે. આજે સવારે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે 'ચાય પે ચર્ચા'માં સહભાગી થઈ તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. ત્યાર...

નવેમ્બર 16, 2024 10:22 એ એમ (AM) નવેમ્બર 16, 2024 10:22 એ એમ (AM)

views 4

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ચંડીગઢ પોલીસ વચ્ચે એમઓયુ થયા

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય - RRU અને ચંદીગઢ પોલીસ વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમઓયુ) થયા છે. તેનો હેતુ પોલીસિંગમાં સમકાલીન પડકારોને સંબોધવા માટે રચાયેલા વ્યાપક તાલીમ કાર્યક્રમોની શ્રેણી દ્વારા કાયદા અમલીકરણ કર્મચારીઓની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ કરાર હેઠળ RRU વર્ગખંડ આધારિત સત્રો, વર્ચ્યૂઅલ શીખવાની તક અને બંને અભિગમોને સંયોજિત કરતા હાઇબ્રિડ મોડલ્સ સહિત તાલીમ રચનાની વિવિધ શ્રેણી પ્રદાન કરશે. આ કાર્યક્રમોનું ધ્યાન કેટલાક નિર્ણાયક ક્ષેત્રો પર રહેશે. આ સહયોગનો હેતુ માત્ર વ્યક્...

નવેમ્બર 13, 2024 9:56 એ એમ (AM) નવેમ્બર 13, 2024 9:56 એ એમ (AM)

views 6

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનામાં પણ હજુ દિવસે ગરમી હોય છે. જો કે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં મહત્તમ 38 ડિગ્રી તાપમાન રાજકોટ જિલ્લામાં અને સૌથી ઓછું 17 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. કંડલા, ભુજ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ડિસા અને વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે નલિય...

નવેમ્બર 13, 2024 9:41 એ એમ (AM) નવેમ્બર 13, 2024 9:41 એ એમ (AM)

views 3

દીપડા પર તપાસ રાખવા માટે વન વિભાગ દ્વારા બચાવવામાં આવેલા દીપડાને તેની પૂંછડીની અંદર ઇલેક્ટ્રોનિક માઈક્રોચીપ લગાવીને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે.

જંગલમાં વસતા દીપડા સહિતનાં પ્રાણીઓ માનવ વસતિમાં આવીને હૂમલો કરતા હોવાનાં બનાવો વધી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના વન વિભાગે ટેકનોલોજીની મદદથી આ સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કર્યો છે. દીપડા પર તપાસ રાખવા માટે વન વિભાગ દ્વારા બચાવવામાં આવેલા દીપડાને તેની પૂંછડીની અંદર ઇલેક્ટ્રોનિક માઈક્રોચીપ લગાવીને તેને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે. માઈક્રોચીપ લગાવવાથી જ્યારે ફરી દીપડો પકડાય ત્યારે તેની અવરજવરની તમામ માહિતી જાણી શકાય છે. તાપી જિલ્લાનાં વન વિભાગે છેલ્લાં બે વર્ષની અંદર 60 જેટલી ઇલેક્ટ્રોનિક માઈક્રો...

નવેમ્બર 13, 2024 8:37 એ એમ (AM) નવેમ્બર 13, 2024 8:37 એ એમ (AM)

views 4

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે.

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. આ ચૂંટણીમાં 3 લાખ 10 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વાવ વિધાનસભા મતવિસ્તારના ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ મતદાન મથકો પર મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાન માટે ૩૨૧ બેલેટ યુનિટ, ૩૨૧ કન્ટ્રોલ યુનિટ અને ૩૨૧ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે .૨૩ નવેમ્બરનાં રોજ પરિણામ જાહેર થશે.

નવેમ્બર 13, 2024 8:27 એ એમ (AM) નવેમ્બર 13, 2024 8:27 એ એમ (AM)

views 3

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે દાદરાનગર હવેલીના સેલવાસ અને દીવની મુલાકાતે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઇ કાલથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવના ત્રણ દિવસના પ્રવાસે છે. શ્રીમતી મુર્મૂ આજે દાદરાનગર હવેલીની મુલાકાતે આવશે. તેઓ સેલવાસમાં નમો આરોગ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન ખાતે જશે, જ્યાં તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. શ્રીમતી મુર્મૂ સેલવાસમાં એક જાહેર સમારોહને સંબોધિત કરશે. દરમિયાન, રાષ્ટ્રપતિની દીવની મુલાકાત પૂર્વે તૈયારીઓ થઈ રહી છે. અમારા દીવના પ્રતિનિધી ભારતી રાવલ જણાવે છે કે, રાષ્ટ્રપતિ દીવ ખૂખરી સ્મારક અ...