ઓક્ટોબર 30, 2024 9:32 એ એમ (AM) ઓક્ટોબર 30, 2024 9:32 એ એમ (AM)
3
દિવાળી અને છઠ પૂજા દરમિયાન ST વિભાગ બીજી નવેમ્બર સુધી વધારાની 2200 બસ દોડાવશે
દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યના એસ.ટી. વિભાગ દ્વારા વધુ 2,200 બસ દોડાવીને આઠ હજાર વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. મુસાફરો પોતાના પરિવાર સાથે તહેવાર મનાવી શકે તે માટે એસ.ટી. વિભાગના 11 હજાર જેટલા કર્મચારીઓ ફરજ પર હાજર છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પણ એસ.ટી. નિગમના તમામ કર્મચારીઓને તેમની સેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી લાભપાંચમથી અગિયારસ દરમિયાન પણ વધારાની ટ્રીપનું સંચાલન કરાશે. રાજ્યના નાગરિકોને ઘરઆંગણે જ બસ સેવા ઉપલબ્ધ થાય તે માટે “એસટ...