જાન્યુઆરી 26, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 7:26 પી એમ(PM)

views 11

વિવિધ દેશોના નેતાઓએ ભારતને તેના 76માં પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન પાઠવ્યા

વિવિધ દેશોના નેતાઓએ ભારતને તેના 76મા પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે માલદીવ હંમેશા ભારત સાથે મિત્રતા અને સહયોગના મજબૂત બંધનોને જાળવી રાખશે, જે પરસ્પર વિશ્વાસ, આદર અને સમજણ પર આધારિત છે. તેના જવાબમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી ભાગીદારી અંગેની તેમની લાગણીને સંપૂર્ણપણે શેર કરે છે. ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગેએ તેમના સંદેશમાં કહ્યું કે ...

જાન્યુઆરી 26, 2025 6:19 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 6:19 પી એમ(PM)

views 3

અભિનેતા આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

બોલિવુડનાં જાણીતા અભિનેતા આમિર ખાન આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી બન્યાં હતાં. તેમણે ગાંધીજીને પ્રિય ખાદીમાંથી બનાવેલ વસ્ત્રો ધારણ કર્યાં હતાં. અને ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ તેઓ પ્રદર્શન ગેલેરી નિહાળવા ગયાં હતાં. અને ત્યાંથી ડેમનું નિર્દશન કર્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રાચીન સ્થળો તો અનેક છે, પણ આવું મોર્ડન સ્થળ પ્રથમ વખત જોયું છે. રાષ્ટ્રીય પર્વના દિવસે જ અહીં આવી શક્યો એ માટે પોતાને ભાગ્યશાળી માને છે.

જાન્યુઆરી 26, 2025 6:15 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 6:15 પી એમ(PM)

views 7

રાજ્યભરમાં આન, બાન, શાન સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી

અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને ઈસનપુર ખાતે ધ્વજવંદન કર્યું હતું. આકાશવાણીમાં પણ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આકાશવાણી અમદાવાદનાં DDG અને હેડ ઓફ ઓફિસ શ્રી એલ.એન. ચૌહાણે ધ્વજવંદન કર્યું હતું. તેમની સાથે ટૂંક સમયમાં નિવૃત થનાર અધિકારીઓ જેમ કે, સહાયક નિદેશક શ્રી મૌલીન મુન્શી, CBS અમદાવાદનાં કાર્યક્રમ વડા શ્રી યતિન દવે, ઈજનેર ઉપનિદેશક શ્રી એસ.સી. બુંદેલા સહિત વિવિધ કર્મચારીઓએ ધ્વજવંદન કર્યું હતું. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ. જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંક...

જાન્યુઆરી 26, 2025 2:54 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 2:54 પી એમ(PM)

views 8

રાજ્ય સહિત દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી

રાજ્ય સહિત દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ખેડા જિલ્લાનાં કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. રાજકોટ- રાજકોટ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોટડા સાંગાણીમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી. જ્યારે શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલ ખાતે દેશભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. ભરૂચ- ભરૂચ જિલ્લા કક્ષાની દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણીમાં ...

જાન્યુઆરી 26, 2025 2:44 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 2:44 પી એમ(PM)

views 6

તાપી: વાલોડ તાલુકામાં 76માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 76માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઇ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ત્રિરંગો ફરકાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ રાજ્યની કલા અને સંસ્કૃતિને પ્રસ્તુત કરતાં આકર્ષક ટેબ્લો રજૂ કરાયા હતા. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, માર્ચ પાસ્ટ, ડોગ-અશ્વ શો સહિત જવાનોના અવનવા કરતબોએ પ્રેક્ષકોને અચંબિત કર્યા હતાં. ગુજરાત પોલીસના 225 કલાકાર કર્મીઓએ હાલાર રાસ સહિતની અનેક કૃતિઓ રજૂ કરી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્કૃષ્ઠ પ...