જાન્યુઆરી 26, 2025 5:41 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 5:41 પી એમ(PM)

views 8

હમાસ-ઇઝરાયલ વચ્ચે કેદી-બંધક મુક્ત કરવાનો બીજો તબક્કો પૂર્ણ: ICRC

રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ, ICRCએ જાહેરાત કરી છે કે હમાસ અને ઇઝરાયલ વચ્ચે કેદી-બંધક મુક્ત કરવાનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. યુદ્ધવિરામ કરારની પ્રારંભિક શરતો હેઠળ આ વિનિમય અમલમાં મૂકવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં, ICRC દ્વારા હાથ ધરવામાં આવેલા સંપૂર્ણ સંકલન અને સમીક્ષા પ્રક્રિયાઓ પછી, 200 પેલેસ્ટિનિયન કેદીઓ અને 4 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. IDF પ્રવક્તા ડેનિયલ હાગારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હમાસની કેદમાં 477 દિવસ પછી 4 વધુ ઇઝરાયલી બંધકોનું સ્વાગત કરવામાં આવ્યું છે. તે...

ઓક્ટોબર 11, 2024 3:22 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 3:22 પી એમ(PM)

views 4

માંગરોળ સામૂહિક દુષ્કર્મના ફરાર આરોપીની અમદાવાદમાંથી ધરપકડ

સુરતના માંગરોળ સામૂહિક દુષ્કર્મનો ફરાર આરોપી ઝડપાયો છે. ફરાર આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબતની અમદાવાદમાંથી ધરપકડ કરાઇ છે. આરોપી મુંબઈ-અજમેર ટ્રેનમાં બેસી રાજસ્થાન ભાગે એ પહેલાં અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી પકડી પાડવામાં આવ્યો હતો. અમદાવાદ જિલ્લા એલસીબીએ આરોપીની ધરપકડ કરી છે. સુરત જિલ્લા પોલીસની ટીમ આરોપીનો કબ્જો લેવા અમદાવાદ રવાના થઈ છે. આ કેસમાં બે આરોપી પકડાયા હતાતેમાંથી એક આરોપીનું ગઇકાલે મોત થયું છે જ્યારે. ત્રીજો વોન્ટેડ આરોપી પકડાઇ જતાં હવે પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

ઓક્ટોબર 6, 2024 7:40 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 7:40 પી એમ(PM)

views 5

પડતર માંગણીઓને લઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પોતાની નવ પડતર માંગણીઓને લઈ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે યોજી હતી. મંત્રીમંડળની બેઠક યોજાય તે પહેલા મહાસંઘે પોતાના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કર્યા હતા. મહાસંઘના પ્રચાર મંત્રી રાજેશ ઠાકર જણાવે છે કે, સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરે, કેન્દ્રના ધોરણે ભથ્થું પ્રાપ્ત થાય જેવા અનેક મુદ્દા કેબિનેટ મંત્રી સમક્ષ મુકાયા હતા.