મે 22, 2025 11:21 એ એમ (AM) મે 22, 2025 11:21 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂજમાં 31 વિકાસકામોનું 26મીએ ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મેનાં રોજ ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં 52 હજાર 953 કરોડ રૂપિયાનાં 31 વિકાસકામોનું ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરશે. કચ્છ, મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, તાપી તથા મહીસાગર જિલ્લાને સમાવતા વિકાસકામોમાં બે હજાર 292 કરોડ રૂપિયાનાં 17 કામોનું લોકાર્પણ તથા 50 હજાર 661 કરોડ રૂપિયાનાં 14 કામોનાં ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીનાં પ્રવાસ પૂર્વે કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ આપવા ગઈ કાલે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી....