ફેબ્રુવારી 15, 2025 8:59 એ એમ (AM) ફેબ્રુવારી 15, 2025 8:59 એ એમ (AM)

views 35

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેકે આદતો અને વિચારો બદલવા પડશે : રાજ્યપાલ

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેક વ્યક્તિએ પોતાની આદતો અને વિચારો બદલવા પડશે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકોને અપીલ કરી છે. અમદાવાદમાં તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયા- સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 'સક્ષમ'ની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલે આ અભિયાનને જન આંદોલન બનાવવાની હાકલ કરી હતી. 28 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાશે. ભારતમાં પેટ્રોલ-ડીઝલ સહિત પેટ્રોલિયમ પેદાશોનો કુલ વપરાશ 234 મિલિયન મેટ્રિક ટન : 88% ઈંધણની આયાત કરવી પડે છે : જે...

જાન્યુઆરી 26, 2025 2:44 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 2:44 પી એમ(PM)

views 6

તાપી: વાલોડ તાલુકામાં 76માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 76માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઇ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ત્રિરંગો ફરકાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ રાજ્યની કલા અને સંસ્કૃતિને પ્રસ્તુત કરતાં આકર્ષક ટેબ્લો રજૂ કરાયા હતા. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, માર્ચ પાસ્ટ, ડોગ-અશ્વ શો સહિત જવાનોના અવનવા કરતબોએ પ્રેક્ષકોને અચંબિત કર્યા હતાં. ગુજરાત પોલીસના 225 કલાકાર કર્મીઓએ હાલાર રાસ સહિતની અનેક કૃતિઓ રજૂ કરી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્કૃષ્ઠ પ...