જૂન 27, 2025 8:29 એ એમ (AM) જૂન 27, 2025 8:29 એ એમ (AM)

views 8

અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી હતી. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સહકારી રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિર ખાતે પહિંદ વિધી કરાવ્યા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલદેવજીનાં રથે પ્રસ્થાન કર્યું હતું. આ અગાઉ ભગવાન જગન્નાથને પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં ...

જૂન 12, 2025 9:51 એ એમ (AM) જૂન 12, 2025 9:51 એ એમ (AM)

views 10

ચૂંટણી યોજાય તે પહેલા જ રાજ્યમા કેટલીક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ

રાજ્યમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. જોકે ચૂંટણી યોજાય તે પહેલા જ રાજ્યમા કેટલીક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ. ડાંગના આહવા તાલુકામા 26 ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાનાર હતી. જેમાંથી 7 ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા 17 ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાશે અને 2 ગ્રામ પંચાયત અંશત બિનહરીફ જાહેર કરવામાં આવી છે. તે જ રીતે વઘઇ તાલુકામા 17 ગ્રામ પંચાયતોમાંથી 5 ગ્રામ પંચાયત સમરસ થતા હવે 12 ગ્રામ પંચાયતો પર ચૂંટણી થશે. જ્યારે સુબીર તાલુકામા 4 ગ્રામ પંચાયત સમરસ...

જૂન 12, 2025 9:41 એ એમ (AM) જૂન 12, 2025 9:41 એ એમ (AM)

views 8

આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા સરકારની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક મળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજનની માહિતી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મેળવી હતી. રાજ્યમાં પ્રિ-મોનસૂન કામગીરી વિવિધ વિભાગોએ હાથ ધરી છે અને વરસાદી સ્થિતિમાં જનજીવનને વિપરીત અસર ન પડે તેવું આયોજન પોતાના વિભાગોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરીને કર્યું છે. તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદી સ્થિતિના સમયે જરૂર જણાયે પ્રશાસનની સહાયતા માટે એન.ડી.આર.એફ.ની ટીમ સમયસર પહોંચે તે હેતુસર કચ્છ - સૌરાષ્ટ્ર...

મે 26, 2025 10:54 એ એમ (AM) મે 26, 2025 10:54 એ એમ (AM)

views 36

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યમાં 82 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. દરમિયાન તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં 82 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી આજે કચ્છના ભુજમાં અંદાજે 53 હજાર કરોડ રૂપિયાથી વધુના 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી આજે કંડલા પૉર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સૉલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના વિકાસકાર્યોની ભેટ આપશે. ઉપરાંત તેઓ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પૂરવઠા વ...

મે 22, 2025 11:21 એ એમ (AM) મે 22, 2025 11:21 એ એમ (AM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂજમાં 31 વિકાસકામોનું 26મીએ ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મેનાં રોજ ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં 52 હજાર 953 કરોડ રૂપિયાનાં 31 વિકાસકામોનું ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરશે. કચ્છ, મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, તાપી તથા મહીસાગર જિલ્લાને સમાવતા વિકાસકામોમાં બે હજાર 292 કરોડ રૂપિયાનાં 17 કામોનું લોકાર્પણ તથા 50 હજાર 661 કરોડ રૂપિયાનાં 14 કામોનાં ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીનાં પ્રવાસ પૂર્વે કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ આપવા ગઈ કાલે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી....

મે 12, 2025 10:37 એ એમ (AM) મે 12, 2025 10:37 એ એમ (AM)

views 21

16-મી એશિયાઈ સિંહની વસતિ ગણતરીનો આજે ત્રીજો દિવસ

ગીર સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 16-મી એશિયાઈ સિંહની વસતિ ગણતરી ચાલી રહી છે. આ ગણતરીનો આજે ત્રીજો દિવસ છે. ગણતરી દરમિયાન સૌપ્રથમ વખત કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત વન વિભાગ દ્વારા ડિજિટલ કૅમેરા, કૉલર આઈડી અને GPS પ્રણાલિથી સિંહની સુક્ષ્મ ગણતરી થાય તેવું પણ આયોજન કરાયું છે. આ ગણતરી આવતીકાલ સુધી ચાલશે.

એપ્રિલ 26, 2025 3:11 પી એમ(PM) એપ્રિલ 26, 2025 3:11 પી એમ(PM)

views 21

અમદાવાદ અને સુરતમાં મોટા પાયે કાર્યવાહી કરીને 550 થી વધુ ગેરકાયદેસર ઘુષણખોરોની અટકાયત કરાઇ

ગુજરાતમાં આજે અમદાવાદ અને સુરતમાં મોટા પાયે કાર્યવાહી કરીને 550 થી વધુ ગેરકાયદેસર ઘુષણખોરોની અટકાયત કરાઇ હતી. આજે વહેલી સવારે પોલીસે મુખ્યત્વે બાંગ્લાદેશના 450 થી વધુ લોકો, જેઓ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા, તેમની અટકાયત કરી હતી. અમદાવાદ ગુના શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ-SOG, ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ-EOWની ટીમો સાથે કોમ્બિંગ હાથ ધરાયું હતું જેથી ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોને ઓળખી શકાય અને તેમની અટકાયત કરી શકાય. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર ઓફ...

એપ્રિલ 26, 2025 7:37 એ એમ (AM) એપ્રિલ 26, 2025 7:37 એ એમ (AM)

views 10

શ્રીનગરમાં ફસાયેલા રાજકોટના પરિવારના વ્હારે રાજ્ય સરકાર આવ્યું

કાશ્મીરમાં લેન્ડ સ્લાઈડિંગ પછી પહલગામમાં થયેલા આતંકી હુમલા વખતે રાજકોટનો એક પરિવાર શ્રીનગરમાં ફસાયો હતો. તમામ રોડ-રસ્તા બંધ હતા અને ફ્લાઈટ્સ ફુલ જતી હતી. આ વખતે ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમની વહારે આવ્યું હતું અને ફ્લાઈટ તેમજ ટેક્સીની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપતાં પરિવાર સલામત રીતે પોતાના ઘરે પહોંચ્યો છે. રાજ્યના નાગરિકોની સતત ચિંતા કરતાં રાજ્યના વહિવટી તંત્રનો પરિવારે સંપર્ક કરતાં તાત્કાલિક અસરથી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવતાં રાજકોટનો પરિવાર હેમખેમ ઘરે પહોંચ્યો હતો..

એપ્રિલ 26, 2025 7:31 એ એમ (AM) એપ્રિલ 26, 2025 7:31 એ એમ (AM)

views 24

ગુજરાત વહીવટી સુધારણા પંચનો બીજો અહેવાલ સરકારને સુપરત કરાયો

ગુજરાત વહીવટી સુધારણા પંચનો બીજો અહેવાલ સરકારને સુપરત કરાયો છે. GARCના આ બીજા ભલામણ અહેવાલમાં મુખ્યત્વે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી ‘ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેપ’-સરકાર તમારે દ્વારનો ધ્યેય રાખીને સિટીઝન સેન્ટ્રીક ૧૦ જેટલી ભલામણો કરવામાં આવેલી છે. પંચના અધ્યક્ષ ડોક્ટર હસમુખ અઢિયા દ્વારા સરકારને સુપરત કરાયેલા આ અહેવાલમાં સુખદ નાગરિક અનુભવ માટે યુઝર-ફ્રેન્ડલી સરકારી વેબસાઇટ્સ બનાવવી, નાગરિક ચાર્ટરને અસરકારક બનાવવું, ટેકનોલોજી દ્વારા સરકારી પ્રમાણપત્રોની ચકાસણી થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી, ફરિયાદ નિવાર...

એપ્રિલ 25, 2025 9:46 એ એમ (AM) એપ્રિલ 25, 2025 9:46 એ એમ (AM)

views 17

હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થશે

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં શહેરી વિકાસ સત્તા મંડળ હવે આખરી તબક્કામાં અમલવારી માટે પહોંચ્યું છે. આ માટે હિંમતનગર શહેરના તમામ મહત્વના એસોસીયેશન અને મંડળોના વડાઓ અને પદાધીકારીઓની બેઠક જિલ્લા તંત્ર દ્વારા યોજવામાં આવી હતી. વર્ષ 2011માં હિંમતનગરને અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીનો લાભ જાહેર કરવામાં આવ્યો હતો. જેના અમલ થકી હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થશે.