જાન્યુઆરી 31, 2025 8:04 એ એમ (AM)

views 12

જીએસટી વિભાગે કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, રમકડાં, ઇલેક્ટ્રોનિક્સ, બ્યુટી પાર્લર અને મેનપાવર સહિત ૧૪ વેપારીઓને ત્યાં દરોડા પાડીને નવ કરોડ કરતાં વધુની કરચોરી ઝડપી.

બિલ વિના વેચાણ કરતા વેપારીઓ પર સ્ટેટ GST વિભાગે કાર્યવાહી કરી છે. રાજ્ય કરવેરા વિભાગ દ્વારા કરચોરી કરતાં કેટલાંક વેપારીઓ સામે તપાસ કરતાં તેમની પાસેથી ૯ કરોડ ૧૧ લાખની કરચોરી પકડાઈ છે. GST વિભાગ દ્વારા કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, રમકડાં, ઇલેક્ટ્રોનિક્સ,બ્યુટી પાર્લર અને મેનપાવર સહિત અલગ અલગ ૧૪ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. જે પૈકી ૮ વેપારીઓ અમદાવાદ, ૩ સુરત, ૨ વેપારી વાપી તેમજ એક વ્યારાના વેપારીને ત્યાં દરોડા પડાયાં હતાં.. આ તપાસ દરમિયાન GST વિભાગે બિનહિસાબી વેચાણ અને વેરા મામલે ગેરરીત...

ડિસેમ્બર 5, 2024 8:02 એ એમ (AM)

views 10

રાજ્યનાં જીએસટી વિભાગે 186 કરોડ રૂપિયાની જીએસટી ચોરીનું કૌભાંડ ઝડપ્યું.

રાજ્ય વસ્તુ અને સેવા કર- GST વિભાગની અન્વેષણ શાખાએ 186 કરોડ રૂપિયાથી વધુનું GST કૌભાંડ પકડ્યું છે. અને પ્રગ્નેશ કંતારિયાની ધરપકડ કરી છે. સત્તાવાર યાદી મુજબ GST વિભાગે ગત મહિને કૉપરના ધંધા સાથે સંકળાયેલી સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જુનાગઢ અને ભાવનગરમાં આવેલી 14 ખાનગી કંપનીઓ સામે તપાસ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન એક ભાગીદારની 19 કરોડથી વધુની જીએસટી ચોરીની સંડોવણી બદલ 13 નવેમ્બરે સુરતથી ધરપકડ કરાઈ હતી. આ જ બાબતે અન્ય એક કંપનીના ભાગીદાર પ્રગ્નેશ કંતારિયા ગઈકાલે તપાસ સત્તાધિકારી સમક્ષ હાજર ...