સપ્ટેમ્બર 3, 2025 8:43 એ એમ (AM) સપ્ટેમ્બર 3, 2025 8:43 એ એમ (AM)

views 5

GST કાઉન્સિલની 56મી બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે

GST કાઉન્સિલની 56મી બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બે દિવસીય બેઠકની અધ્યક્ષતા કરશે. કાઉન્સિલ ભારતના આગામી પેઢીના GST સુધારાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે, અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે સ્વતંત્રતા દિવસના સ્વમબોધન દરમિયાન, વસ્તુ અને સેવ કરથી દેશને કેવી રીતે ફાયદો થયો છે તે જણાવ્યું હતું. શ્રી મોદીએ GST હેઠળ આગામી પેઢીના સુધારાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો, જે સામાન્ય માણસ, ખેડૂતો, મધ્યમ વર્ગ અને MSME ને રાહત લાવશે. આગામી પેઢીના GST સુધારાઓ દિવાળી પર...

જૂન 21, 2025 10:22 એ એમ (AM) જૂન 21, 2025 10:22 એ એમ (AM)

views 11

મનરેગા સહિતની સરકારી સંસ્થાઓને અપાતી સેવાઓમાં તપાસ કરીને રાજ્ય GST વિભાગે ૪૫ કરોડ રૂપિયાથી વધુની કરચોરી પકડી

સરકારી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓમાં કરચોરી સામે રાજ્ય GST વિભાગે કાર્યવાહી કરીને ૪૫ કરોડ રૂપિયાથી વધુની કરચોરી પકડી છે. ગુજરાત રાજ્ય GST વિભાગ દ્વારા ૯ જૂન ૨૦૨૫ના રોજ દાહોદ અને વેરાવળ ખાતે આવેલા ચાર કરદાતાઓ વિરુધ્ધ તપાસ હાથ ધરવામાં આવી, જેઓ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સહાયતા પ્રાપ્ત યોજનાઓ જેમકે મનરેગા સહિતની વિવિધ સરકારી યોજનાઓ હેઠળ કામો હાથ ધરતા હતા. આ તપાસ દરમિયાન, ઘણી ગેરરીતિઓ મળી આવી હતી, જેમ કે કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે વર્ગીકૃત કરવી, બેંક ખાતામાં મળેલ રકમન...

જાન્યુઆરી 1, 2025 6:51 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 6:51 પી એમ(PM)

views 18

ડિસેમ્બર 2023ની સરખામણીમાં ગયા મહિને વસ્તુ અને સેવા કર – GST કલેક્શન  7.3 ટકા વધીને 1 લાખ 76 હજાર કરોડથી વધુ થયુ

ડિસેમ્બર 2023ની સરખામણીમાં ગયા મહિને વસ્તુ અને સેવા કર - GST કલેક્શન  7.3 ટકા વધીને 1 લાખ 76 હજાર કરોડથી વધુ થયુ છે. ડિસેમ્બર 2023માં કુલ GST આવક 1 લાખ 64 હજાર કરોડ રૂપિયા હતી. ડિસેમ્બરમાં કેન્દ્રીય GST કલેક્શન 32 હજાર 836 કરોડ અને રાજ્ય GST કલેક્શન 40 હજાર 499 કરોડ હતું. એકીકૃત IGST કલેક્શન 47 હજાર 783 કરોડ અને GST સેસ 11 હજાર 471 કરોડ છે. ગયા વર્ષે નવેમ્બરમાં કુલ GST કલેક્શન 8.5 ટકા વધીને 1 લાખ 82 હજાર કરોડથી વધુ થયું હતું.

ડિસેમ્બર 10, 2024 10:05 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 10:05 એ એમ (AM)

views 3

રાજ્ય વસ્તુ અને સેવા કર એટલે કે, GST વિભાગે અમદાવાદની એક ખાનગી કંપનીની 2 કરોડ 50 લાખ રૂપિયાથી વધુની કરચોરી ઝડપી

રાજ્ય વસ્તુ અને સેવા કર એટલે કે, GST વિભાગે અમદાવાદની એક ખાનગી કંપનીની 2 કરોડ 50 લાખ રૂપિયાથી વધુની કરચોરી ઝડપી પાડી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, GST વિભાગે ગત 5 ડિસેમ્બરે અમદાવાદમાં કૃત્રિમ ફૂલ અને અન્ય સુશોભન વસ્તુઓના વેપાર સાથે જોડાયેલા 11 જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન અંદાજે 2 કરોડ 50 લાખ રૂપિયાની વેરાચોરી અને 3 કરોડ 50 લાખ રૂપિયાની જવાબદારી શોધવામાં આવી હતી. રાજ્યના કર વિભાગે આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

જુલાઇ 15, 2024 7:40 પી એમ(PM) જુલાઇ 15, 2024 7:40 પી એમ(PM)

views 10

રાજ્યના GST સેવા કેન્દ્રો ખાતે ફેસ ઓથેન્ટિકેશનથી આધાર બેઈઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશનનો પ્રારંભ

રાજ્યના GST સેવા કેન્દ્રો ખાતે ફેસ ઓથેન્ટિકેશનથી આધાર બેઈઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશનનો પ્રારંભ થયો છે. અમદાવાદ ખાતેથી નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ આધાર બેઈઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશન માટેની ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનનો શુભારંભ કરાવ્યો. રાજ્ય કર ભવન, અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા શ્રી દેસાઇએ જણાવ્યું કે, આ સેવાની શરૂઆત થતાં નવા નોંધણી નંબર મેળવવા ઇચ્છતા અરજદારોને રૂબરૂ બોલાવીને તેઓના પુરાવાઓની ખરાઈ કરીને નોંધણી નંબર આપવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ફેસ ઓથેન્ટિકેશન દ્વારા GST નોં...