જાન્યુઆરી 26, 2025 1:33 પી એમ(PM)
9
પ્રજાસત્તાક દિવસના અવસર પર તેલંગાણા સરકારે પ્રજાલક્ષી ચાર યોજનાઓની જાહેરાત કરી
તેલંગાણા સરકારે પ્રજાસત્તાક દિવસના અવસર પર પ્રજાલક્ષી ચાર યોજનાઓની જાહેરાત કરી છે. ખેડૂતોને પાક સહાય, જેમની પાસે જમીન નથી તેવા ખેતમજૂરો માટે વાર્ષિક 12 હજાર રૂપિયા સહાય, રેશનકાર્ડનું વિતરણ, ઇન્દિરમ્મા ઘરો જેવી ચાર યોજનાઓ રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્કે જણાવ્યું કે, આ યોજનાઓ માટે ગ્રામસભાઓમાં મળેલી બધી અરજીઓનું સંકલન કરાશે અને પાત્ર વ્યક્તિઓને આ યોજનાઓ હેઠળ લાભ અપાશે.