ડિસેમ્બર 29, 2025 10:17 એ એમ (AM) ડિસેમ્બર 29, 2025 10:17 એ એમ (AM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુવાહાટીની મુલાકાતે જશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુવાહાટીની મુલાકાતે જશે. તેઓ ગુવાહાટીમાં નવા બનેલા 'શહીદ સ્મારક ક્ષેત્ર' ખાતે આસામ ચળવળના શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ શ્રી શાહ નાગાંવ જિલ્લાના બોરદુવામાં વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ બટદ્રવ થાન જશે, અને આધ્યાત્મિક સ્થળના પુનર્વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. બાદમાં ત્યાં જાહેર સભાને પણ સંબોધિત કરશે.