ઓક્ટોબર 3, 2024 9:03 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:03 એ એમ (AM)
5
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના GMDC મેદાન ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કરશે.
માં અંબાની ભક્તિ, શક્તિના પર્વ શારદીય નવરાત્રીનો આજથી હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થઇ રહ્યો છે. ભક્તો માતાનાં ગરબાને રંગાવીને ઘરે સ્થાપન કરશે. તો કેટલાક લોકો ઉપવાસ, અનુષ્ઠાન, વ્રત અને તેલા કરીને માતાજીને રીઝવશે. નવ યુવાનો નવે નવ દિવસ શણગાર સજીને ગરબે ઘૂમશે... અને હિલોળે ચડશે. સમગ્ર રાજ્યમાં નવરાત્રીના ગરબા માટે વિવિધ આયોજનો થયાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના GMDC મેદાન ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ...