ઓક્ટોબર 11, 2024 6:24 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 6:24 પી એમ(PM)

views 6

ગાંધીનગર: મંત્રી ભાનુબેન બાબરિયા 5000 વૃક્ષોનાં વાવેતર અભિયાનમાં જોડાયા

‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ગાંધીનગરના રૂપાલ ગામે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા 5000 વૃક્ષોનાં વાવેતર અભિયાનમાં જોડાયાં. મંત્રી ભાનુબેને આસોપાલવ અને ગરમાળો વૃક્ષનું વાવેતર કરી, અભિયાનનો આરંભ કરાવ્યો હતો. લોકભાગીદારી અને પંચાયતના સહયોગથી રૂપાલની જમીન ઉપર અલગ અલગ 28 જાતનાં વૃક્ષોનાં વાવેતર માટે લીઝ પર આપી છે. આ 5000 વૃક્ષોનું વાવેતર, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ગાંધીનગરના રૂપિયા સાડા સાત લાખના નાણાકીય સહયોગથી કરાઇ રહ્યું છે.

ઓક્ટોબર 11, 2024 3:28 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 3:28 પી એમ(PM)

views 7

ગાંધીનગર: આજે મહાનવમી પ્રસંગે રૂપાલ ખાતે વરદાયિની માતાની પલ્લી નિકળશે

આજે નવરાત્રિનો નવમો અને અંતિમ દિવસછે. નવમાં નોરતે માં દુર્ગાના સિદ્ધ દાત્રીદેવીની આરાધનાનો મહિમા છે. માં સિદ્ધ દાત્રી અણિમા, મહિમા,ગરિમા, લધિમા, પ્રાપ્તિ,પ્રાકામ્ય, ઇશિત્વ અને વિશિત્વ આઠ પ્રકારની સિદ્ધિઓના દાતા છે. તેમનું વાહન સિંહ છે. આજે મહાનવમી પ્રસંગે મધ્ય રાત્રીએ ગાંધીનગરના રૂપાલ ખાતે વરદાયિની માતાની પલ્લી નિકળશે. માતાની આ પલ્લી પર ઘી ચઢાવવાની દાયકાઓની જૂની પરંપરા છે. જેમાં પાંચથી સાત લાખ દર્શનાર્થી ઉમટે તેવી શક્યતાને જોતા જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. જ્યારે રાજ્યના અન્યસ્થળોએ ...

ઓક્ટોબર 6, 2024 7:17 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 7:17 પી એમ(PM)

views 4

ગાંધીનગર: મેયર મીરા પટેલે નવરાત્રી દરમિયાન સ્વચ્છતા જાળવવાનાં શપથ લેવડાવ્યા

ગાંધીનગર શહેરનાં મેયર મીરા પટેલે ગઈકાલે લોકોને નવરાત્રી દરમિયાન સ્વચ્છતા જાળવવાનાં શપથ લેવડાવ્યા હતા. કોબા ખાતે આવેલી સોસાયટીમાં ગરબા દરમિયાન મેયરે સોસાયટીના લોકોને નવરાત્રી દરમિયાન સ્વચ્છતા તો રાખીએ જ પણ પોતાના જીવનમાં પણ સ્વચ્છતાને અભિન્ન અંગ બનાવીએ તેવો અનુરોધ કર્યો હતો.

ઓગસ્ટ 4, 2024 8:41 એ એમ (AM) ઓગસ્ટ 4, 2024 8:41 એ એમ (AM)

views 8

રાજ્યમાં 15,820 માતાએ પોતાના દૂધનું દાન કરી 12,403 બાળકોની પરોક્ષ માતા બની

રાજ્યમાં અત્યાર સુધી 15 હજાર 820 માતાઓ પોતાના દૂધનું દાન કરી 12 હજાર 403 બાળકોની પરોક્ષ માતા બની છે. ગાંધીનગરની “હ્યુમન મિલ્ક બેન્ક”માં 415 માતાએ 449 બાળકોને નવજીવન આપ્યું છે. હવે આગામી સમયમાં અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં હ્યુમન મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવશે. રાજ્યમાં સાતમી ઑગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાશે, જેનો ઉદ્દેશ્ય બાળકના જન્મના પ્રથમ કલાકથી જ સ્તનપાનનો પ્રારંભ, 6 માસ સુધી ફક્ત સ્તનપાન પર ઉછેર અને 6 માસ બાદ માતાના દૂધની સાથે ઉપરી આહારની શરૂઆતની પરંપરાની જાગૃતિ કેળવવાનો...