મે 27, 2025 10:08 એ એમ (AM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરથી વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પાંચ હજાર 536 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં શહેરી વિકાસ, માળખાગત સુવિધાઓ, જળ સંસાધન વ્યવસ્થાપન, આરોગ્યસંભાળ અને મહેસૂલ સેવાઓ સહિતના મુખ્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદી આજે ગાંધીનગરમાં ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ પહેલનો ઉદ્દેશ્ય શહેરી રહેવા...

એપ્રિલ 26, 2025 7:39 એ એમ (AM)

views 18

આવતીકાલથી મેટ્રો સચિવાલય સુધી જશે

અમદાવાદની મૅટ્રો ટ્રેનની સેવાઓ આવતીકાલથી સચિવાલય સુધી લંબાવવામાં આવશે. ગુજરાત મૅટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ- G.M.R.C.ની યાદી મુજબ, આ સાથે જ કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કૉલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર 10-એ, સચિવાલય એમ સાત નવા મથક પણ કાર્યરત્ થશે.

ફેબ્રુવારી 15, 2025 8:59 એ એમ (AM)

views 45

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેકે આદતો અને વિચારો બદલવા પડશે : રાજ્યપાલ

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેક વ્યક્તિએ પોતાની આદતો અને વિચારો બદલવા પડશે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકોને અપીલ કરી છે. અમદાવાદમાં તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયા- સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 'સક્ષમ'ની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલે આ અભિયાનને જન આંદોલન બનાવવાની હાકલ કરી હતી. 28 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાશે. ભારતમાં પેટ્રોલ-ડીઝલ સહિત પેટ્રોલિયમ પેદાશોનો કુલ વપરાશ 234 મિલિયન મેટ્રિક ટન : 88% ઈંધણની આયાત કરવી પડે છે : જે...

જાન્યુઆરી 15, 2025 2:49 પી એમ(PM)

views 20

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અંબોડમાં રૂ.241 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેમનાં તેમના મતવિસ્તાર ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકાનાં અંબોડ ખાતે અંદાજે 241 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. અમિત શાહે માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદીના કાંઠા પર નીલકંઠ મહાદેવ મંદિર પાસે એક કરોડ 33 લાખ રૂપિયાનાં સંરક્ષણ દિવાલના કામનું ઇ-લોકાર્પણ કર્યું હતું અને માણસા સર્કિટહાઉસનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી, જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા પણ ઉપસ્થિ...

ડિસેમ્બર 28, 2024 7:01 પી એમ(PM)

views 12

ગાંધીનગર: વિકસિત ભારત યંગ લિડર્સ ડાયલોગ અંતર્ગત રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાઇ

આજે ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટિચર્સ એજ્યુકેશન ખાતે વિકસિત ભારત યંગ લિડર્સ ડાયલોગ અંતર્ગત રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાઇ હતી. ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલય એનએસએસ તેમજ માય ભારતના સંયુક્ત ઉપક્રમે યજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી પસંદ કરાયેલા યુવાનોએ ભાગ લીધો હતો. આઇઆઇટીએના કુલપતિ આર સી પટેલ અને ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના એનએસએસના ક્ષેત્રિય નિર્દેશક ડોક્ટર કમલકુમાર કરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં દસ અલગ અલગ વિષયવસ્તુ સાથે રાજ્યભરન...

ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM)

views 16

પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સથી 71000 યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવનિયુક્ત ઉમેદવારોને વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી 71 હજારથી વધુ નિમણૂકપત્ર એનાયત કરશે. ગાંધીનગરના બીએસએફ હેડ ક્વાટર્સ ખાતે પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરાશે. દેશભરના 45 સ્થળ પર યોજાનારો આ રોજગાર મેળો રોજગાર સર્જનને વધુ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધlતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે, જે દેશનિર્માણ અને સ્વરોજગારમાં યુવાનોની ભાગીદારીને તક પૂરી પાડશે. દેશભરમાંથી પસંદગી પામેલા નવનિયુક્ત ઉમેદવારોની ગૃહ મંત...

ડિસેમ્બર 14, 2024 6:33 પી એમ(PM)

views 14

રાજ્યભરના વિવિધ જીલ્લાઓમાં આજે લોક અદાલતનું આયોજન કરાયું

રાજ્યભરના વિવિધ જીલ્લાઓમાં આજે લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલી લોક અદાલતમાં બેન્કિગ, ફાઈનાન્સ, અકસ્માત વીમા કંપનીના કલેઈમ, RTO મેમો સહિતના કેસોનું સમાધાન કરાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ અદાલતમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં મોટર અકસ્માત હેઠળ વળતર કેસો, લેબર અદાલતના સમાઘાન પાત્ર કેસો, જમીનને લગતા, મિલકતોને લગતા, પાર્ટીશનને લગતા પેન્ડીંગ કેસો મુકાયા હતા. અરવલ્લી જિલ્લાના ધનસુરા, મોડાસા, બાયડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓની ...

ડિસેમ્બર 14, 2024 2:52 પી એમ(PM)

views 17

GNLUમાં સ્પેસ-લૉ ના વિષયમાં પાંચ સપ્તાહના તાલીમ કાર્યક્રમનું સમાપન

ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે સ્પેસ-લૉ ના વિષયમાં પાંચ સપ્તાહના તાલીમ કાર્યક્રમનું આજે સમાપન થયું હતું. ભારતની અવકાશ-યુદ્ધ અને સેટેલાઇટ ઇન્ટેલિજન્સ એસેટનું સંચાલન કરતી ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખોની સંકલિત એજન્સી એવી ડિફેન્સ સ્પેસ એજન્સી અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી વચ્ચેના એમઓયુ અંતર્ગત આ બીજો તાલીમ કાર્યક્રમ હતો. પાંચ સપ્તાહના આ નિવાસી કાર્યક્રમમાં ભારતીય ભૂમિ સેના અને ભારતીય હવાઈ દળના દસ વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

નવેમ્બર 16, 2024 10:22 એ એમ (AM)

views 16

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ચંડીગઢ પોલીસ વચ્ચે એમઓયુ થયા

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય - RRU અને ચંદીગઢ પોલીસ વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમઓયુ) થયા છે. તેનો હેતુ પોલીસિંગમાં સમકાલીન પડકારોને સંબોધવા માટે રચાયેલા વ્યાપક તાલીમ કાર્યક્રમોની શ્રેણી દ્વારા કાયદા અમલીકરણ કર્મચારીઓની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ કરાર હેઠળ RRU વર્ગખંડ આધારિત સત્રો, વર્ચ્યૂઅલ શીખવાની તક અને બંને અભિગમોને સંયોજિત કરતા હાઇબ્રિડ મોડલ્સ સહિત તાલીમ રચનાની વિવિધ શ્રેણી પ્રદાન કરશે. આ કાર્યક્રમોનું ધ્યાન કેટલાક નિર્ણાયક ક્ષેત્રો પર રહેશે. આ સહયોગનો હેતુ માત્ર વ્યક્...

ઓક્ટોબર 27, 2024 9:06 એ એમ (AM)

views 10

હોસ્પિટલો અને સામૂહિક આરોગ્યકેન્દ્રોમાં એક હજાર 903 જગ્યા પર ભરતી જાહેર

કમિશનર આરોગ્ય ,તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગરના તાબા હેઠળની સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્યકેન્દ્રોમાં એક હજાર 903 જગ્યા પર ભરતી જાહેર કરાઇ છે. ભરતી માટે ઉમેદવારોની વયમર્યાદા 20થી 40 વર્ષની છે. ઉમેદવારે માન્ય નર્સિંગ સંસ્થા પ્રાપ્ત જરૂરી લાયકાત મેળવેલી હોવી જોઈએ. ઉમેદવારો વેબસાઇટ ojas. gujarat. gov. in અને gujhealth. gujarat. gov. In પરથી ત્રીજી નવેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે, તેમ એક યાદીમાં જણાવાયું છે.