જાન્યુઆરી 26, 2025 6:29 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 6:29 પી એમ(PM)

views 5

જામનગરમાં ભારતીય હવાઈ દળે એર શો યોજ્યો, આકાશમાં બનાવ્યો ત્રિરંગો

76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જામનગરમાં ભારતીય હવાઈ દળે એર શો યોજ્યો. જેમાં સૂર્યકિરણ ટીમે રંગીન ધુમાડાથી આકાશમાં ત્રિરંગો બનાવ્યો. હવાઈ દળના 9 વિમાનોએ કરતબો કરતાં આકાશ ત્રિરંગાના રંગે રંગાયું હતું.

જાન્યુઆરી 26, 2025 1:48 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 1:48 પી એમ(PM)

views 7

નાગાલૅન્ડમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી, રાજ્યપાલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સંબોધન કર્યું

નાગાલૅન્ડમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાજ્યપાલ લા. ગણેશન રાષ્ટ્રધ્વજ ફરકાવી લોકોને સંબોધિત કર્યા. ગઈકાલે શ્રી ગણેશને લોકોને સંબોધતા દેશના વિકાસ માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. તેમણે પ્રૌદ્યોગિક શિક્ષણ અને આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રમાં દેશના વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રી નેફ્યૂ રિઓએ પ્રજાસત્તાક દિવસ પર નાગાલૅન્ડવાસીઓને શુભેચ્છાઓ પાઠવી અને ભારતીય બંધારણમાં વર્ણવેલા મૂલ્યોનું રક્ષણ કરવા આહ્વાન કર્યું હતું.

જાન્યુઆરી 26, 2025 1:27 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 1:27 પી એમ(PM)

views 9

સમગ્ર દેશમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાષ્ટ્રપતિએ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો

સમગ્ર દેશમાં આજે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ વખતે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ઇન્ડોનૅશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો વિશેષ મહેમાન બન્યા છે. પરંપરા મુજબ, બંને રાષ્ટ્રપતિઓને ભારતીય સેનાની સૌથી વરિષ્ઠ રેજિમૅન્ટ, ‘રાષ્ટ્રપતિના અંગરક્ષક’ દ્વારા કર્તવ્ય પથ પર લઈ જવાયા. બંને મહાનુભાવો પરંપરાગત ઘોડાગાડીમાં સવાર થઈ સમારોહ ખાતે પહોંચ્યાં હતાં. આગમન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનુ...