જુલાઇ 23, 2024 8:18 પી એમ(PM) જુલાઇ 23, 2024 8:18 પી એમ(PM)
12
ઇથિયોપિયામાં જમીન ધસી પડવાની મૃત્યુઆંક વધીને 155 થયો
પૂર્વ આફ્રિકન દેશ ઇથિયોપિયામાં જમીન ધસી પડવાની મૃત્યુ પામેલાનો આંક વધીને આજે 155 થયો છે. સત્તાવાર પ્રસાર માધ્યમોએ જણાવ્યું કે, ઇથિયોપિયાના દક્ષિણી જીલ્લા ગેઝે ગોફા જીલ્લામાં ગઇકાલે સવારે આ દુર્ઘટના ઘટી હતી. અત્યાર સુધી બાળકો અને મહિલાઓ સહિત 55 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કામગીરી હજી ચાલુ હોવાથી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાનો આંક વધવાની દહેશત છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી અનરાધાર વધવાથી ઇથિયયોપિયાના કેટલાક ભાગોમાં વારંવાર ભેખડો ધસી પડવાની ઘટનાઓ બનતી રહે છે.