ફેબ્રુવારી 25, 2025 8:18 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 8:18 પી એમ(PM)
6
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, EPFOએ ગયા વર્ષે ડિસેમ્બર દરમિયાન 16 લાખથી વધુ સભ્યો ઉમેર્યા હતા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, EPFOએ ગયા વર્ષે ડિસેમ્બર દરમિયાન 16 લાખથી વધુ સભ્યો ઉમેર્યા હતા. આ નવેમ્બર 2024માં ઉમેરાયેલા સભ્યોની તુલનામાં 9.69 ટકાનો વધારો દર્શાવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય અનુસાર, EPFOએ ડિસેમ્બર 2024માં લગભગ 8.47 લાખ નવા સબ્સ્ક્રાઇબર્સ નોંધાવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે 18 થી 25 વય જૂથમાં ચાર લાખ 85 હજાર નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેરાયા હતા.