ડિસેમ્બર 29, 2025 10:33 એ એમ (AM)

views 5

દિલ્હીમાં પ્રદૂષણનો સામનો કરવો સિસ્ટમ વિકસાવશે : પર્યાવરણ મંત્રી

દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું છે કે દિલ્હી સરકાર શહેરમાં પ્રદૂષણનો સામનો કરવા માટે AI-આધારિત, ડેટા-સંચાલિત સિસ્ટમ પર કાનપુર સ્થિત IIT સાથે સહયોગ કરવાની શક્યતા શોધી રહી છે. શ્રી સિરસાએ જણાવ્યું કે આ પહેલનો ઉદ્દેશ્ય પ્રદૂષણના સ્ત્રોતોને ઓળખવાનો, તેમની અસરનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરવાનો અને સમયસર પગલાં લેવાનો છે. તેમણે ઉમેર્યું કે આ પહેલ એવી સિસ્ટમ વિકસાવશે જે સતત દેખરેખ, વિશ્લેષણ, આગાહી અને પગલાં લેવા માટે માર્ગદર્શન આપી શકે.

ડિસેમ્બર 14, 2024 7:17 પી એમ(PM)

views 14

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પર્યાવરણની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા અનુરોધ કર્યો

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પરાળી બાળવાથી ઉભી થતી પર્યાવરણની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા અને આ બાબત વ્યક્તિઓ ઉપર નહીં છોડવા અનુરોધ કર્યો છે. આજે દિલ્હીમાં રાષ્ટ્રીય ઉર્જા જતન પુરસ્કાર સમારંભમાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે કુદરતના સંસાધનોનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો હતો. શ્રી ધનખડે પર્યાવરણના ઉર્જાસ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરવાની અપીલ કરી છે.