માર્ચ 10, 2025 1:21 પી એમ(PM)

views 8

છત્તીસગઢના ભૂતપુર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ અને તેમનાં પરિવારજનોને ત્યાં ઇડીનું શોધ અભિયાન

પ્રવર્તન નિદેશાલય- EDએ છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં શરાબ કૌભાંડનાં સંદર્ભમાં 14 સ્થળોએ શોધ અભિયાન હાથ ધર્યું છે. મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ ભૂતપુર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર બઘેલ, તેમનાં પુત્ર અને સહયોગીઓનાં નિવાસસ્થાને શોધખોળ ચાલુ છે. ઇડીને માહિતી મળી કે, ભૂતપુર્વ મુખ્યમંત્રીના પુત્રને પણ શરાબ કૌભાંડમાંથી થયેલી આવકનો ભાગ મળ્યો હતો. આ કૌભાંડ વિવિધ યોજનાઓમાંથી બે હજાર કરોડ રૂપિયાથી વધુનાં ગુનામાંથી થયેલી આવક સાથે સંડોવાયેલું છે.

માર્ચ 7, 2025 5:43 પી એમ(PM)

views 8

ED એ રિયલ એસ્ટેટ છેતરપિંડીના કેસમાં WTC ગ્રુપના પ્રમોટર આશિષ ભલ્લાની મનીલોન્ડરિંગ કાયદાની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ રિયલ એસ્ટેટ છેતરપિંડીના કેસમાં WTC ગ્રુપના પ્રમોટર આશિષ ભલ્લાની મનીલોન્ડરિંગ કાયદાની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરી છે. આ બનાવમાં, હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ED એ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે રોકાણના બદલામાં યોગ્ય વળતરનું વચન આપ્યા પછી, નાણાં અન્ય શેલ કંપનીઓમાં રોકવામાં આવ્યા હતા. WTC ગ્રુપે વિવિધ રોકાણકારો પાસેથી 3 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ એકઠી કરી હતી.

ફેબ્રુવારી 16, 2025 7:57 એ એમ (AM)

views 7

અમદાવાદમાં EDએ રોકાણકારો સાથે કરવામાં આવેલી ક્રિપ્ટો કરન્સી છેતરપિંડીમાં એક હજાર ૬૪૬ કરોડ રૂપિયા અને કાર તેમજ ડિજીટલ ઉપકરણો જપ્ત કર્યા.

અમદાવાદમાં પ્રવર્તન નિદેશાલયે (ED) સામાન્ય રોકાણકારો સાથે કરવામાં આવેલી ક્રિપ્ટો કરન્સી છેતરપિંડીમાં એક હજાર ૬૪૬ કરોડ રૂપિયાના ગુનાહિત નાણાં જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં EDએ તેર લાખ પચાસ હજાર કરતા વધુ રોકડ રૂપિયા અને એક લક્ઝુરિયસ કાર અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે નવેમ્બર, 2016 થી જાન્યુઆરી 2018 ના સમયગાળા દરમિયાન, આરોપીઓએ બિટકનેક્ટ ના કથિત લેન્ડિંગ પ્રોગ્રામમાં રોકાણના રૂપમાં સિક્યોરિટીઝની છેતરપિંડી અને બિન-નોંધાયેલ ઓફર અને વેચાણ કર્યું હતું, વિશ્વભરના રોકાણકારો...

ડિસેમ્બર 19, 2024 8:17 એ એમ (AM)

views 6

ED એ હેલીઓસ ટ્યુબેલોય પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની 19 કરોડ 37 લાખ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે.

ED એ હેલીઓસ ટ્યુબેલોય પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની 19 કરોડ 37 લાખ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે.બેન્ક ઓફ બરોડાના ડીજીએમ દ્વારા સીબીઆઇ અને એસીબી ગાંધીનગરમાં આ કંપની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ડિરેકટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ અમદાવાદ ઝોનલ ઓફિસે તા. 17 ડિસેમ્બર 2024ના રોજ હેલીઓસ ટ્યુબેલોય પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની 19 કરોડ 37 લાખ રૂપિયાની મિલકતો જપ્ત કરી હતી. જેમાં રાજુલા ખાતેની કોમર્શિયલ જમીનો અને અમદાવાદના રહેણાંક ફલેટને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ (પીએમએલએ) 2022ની જોગવાઇ હેઠળ પ્રોપર્ટીને ટાં...

નવેમ્બર 15, 2024 1:56 પી એમ(PM)

views 9

પ્રવર્તન નિદેશાલય (ED)એ ગઈકાલે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 16થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું

પ્રવર્તન નિદેશાલય (ED)એ ગઈકાલે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 16થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું, જેમાં 80-90 કરોડ રૂપિયાના શંકાસ્પદ બેંકિંગ વ્યવહારોની તપાસ કરવામાં આવી હતી, જે કથિત રીતે માલેગાંવ સ્થિત એક વેપારી દ્વારા બિનઉપયોગી બેંક એકાઉન્ટ્સ દ્વારા કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન, એજન્સીએ બે ચકાસાયેલ બેંક ખાતાઓમાં રાખવામાં આવેલા આશરે 1.8 કરોડ રૂપિયા સ્થગિત કરી દીધા હતા. હવાલા મારફતે નાણાં મેળવનારને શોધવા તપાસ ચાલી રહી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PML...