માર્ચ 25, 2025 2:25 પી એમ(PM) માર્ચ 25, 2025 2:25 પી એમ(PM)

views 4

ન્યુઝીલેન્ડમાં આજે રિવર્ટન દરિયાકાંઠે 6.8 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો

ન્યુઝીલેન્ડમાં આજે રિવર્ટન દરિયાકાંઠે 6.8 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. 10 કિલોમીટરની ઊંડાઈએ આવેલા ભૂકંપની તીવ્રતા શરૂઆતમાં 7 નોંધવામાં આવી હતી. ન્યુઝીલેન્ડની રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન એજન્સી હાલમાં ભૂકંપનું મૂલ્યાંકન કરી રહી છે. અત્યાર સુધી, એજન્સીએ સાઉથલેન્ડ અને ફિઓર્ડલેન્ડના રહેવાસીઓને બીચ અને દરિયાઈ વિસ્તારોથી દૂર રહેવાનું સૂચન કર્યું છે. એજન્સીએ સ્થાનિક લોકોને સત્તાવાર સંદેશ આપવામાં ન આવે ત્યાં સુધી પરત ન આવવા નિર્દેશ આપ્યો છે.

ફેબ્રુવારી 17, 2025 10:11 એ એમ (AM) ફેબ્રુવારી 17, 2025 10:11 એ એમ (AM)

views 15

દિલ્હીમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા

આજે સવારે નવી દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ સવારે 5:36 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર દિલ્હી નજીક પાંચ કિલોમીટરની ઊંડાઈએ હોવાનું કહેવાય છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી, નોઈડા, ઈન્દિરાપુરમ અને એનસીઆર ના અન્ય વિસ્તારોમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર 28.59 ઉત્તર અક્ષાંશ અને 77.16 પૂર્વ રેખાંશ પર હતું. જો કે હજુ સુધી સંપત્તિ કે જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી.

જાન્યુઆરી 8, 2025 10:33 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 10:33 એ એમ (AM)

views 24

નેપાળ-તિબેટની સરહદે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 126 થયો

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો છે. ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યું કે, ગઇકાલે આવેલા ભૂકંપમાં 190 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ એક નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળ સરહદ નજીક તિબેટના ઝિઝાંગમાં નોંધાયું છે. ભૂકંપના કારણે મોટાભાગના મૃત્યુ અને ઇજાઓ ઝિઝાંગ શહેરમાં થઈ છે. ઘણી ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. ડીંગરીના ચાંગસુઓ ટાઉનશીપના ટોંગલાઈ ગામમાં અનેક મકાનો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે બિહાર, પશ્ચિમ બંગા...