જાન્યુઆરી 26, 2025 6:27 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 6:27 પી એમ(PM)
6
દ્વારકાધીશ મંદિરના શિખર પર ત્રિરંગી ધ્વજા લહેરાવવામાં આવી
પોરબંદરમાં 76માં પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરાઇ. શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરાયું. આ પ્રસંગે નાગરિકો અને ક્લબના સભ્યોએ ધ્વજવંદનમાં સહભાગી બની ગૌરવની લાગણી અનુભવી હતી. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિરના શિખર પર ત્રિરંગી ધ્વજા લહેરાવવામાં આવી. ઉચ્ચ શિખર પર ત્રિરંગી ધ્વજા લહેરાવવામાં આવતા ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકા દેશભક્તિના રંગે રંગાયું હતું.