જાન્યુઆરી 26, 2025 6:27 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 6:27 પી એમ(PM)

views 6

દ્વારકાધીશ મંદિરના શિખર પર ત્રિરંગી ધ્વજા લહેરાવવામાં આવી

પોરબંદરમાં 76માં પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરાઇ. શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરાયું. આ પ્રસંગે નાગરિકો અને ક્લબના સભ્યોએ ધ્વજવંદનમાં સહભાગી બની ગૌરવની લાગણી અનુભવી હતી. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિરના શિખર પર ત્રિરંગી ધ્વજા લહેરાવવામાં આવી. ઉચ્ચ શિખર પર ત્રિરંગી ધ્વજા લહેરાવવામાં આવતા ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકા દેશભક્તિના રંગે રંગાયું હતું.

જાન્યુઆરી 15, 2025 5:57 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 5:57 પી એમ(PM)

views 14

ગુજરાતમાં આશરે દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ગુજરાતમાં આશરે દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના મૂળ દ્વારકા ખાતે પ્રાકૃતિક ખેતી સંવાદમાં રાજ્યપાલે ખેડૂતોની પ્રાકૃતિક ખેતી અંગેની મૂંઝવણ જાણી તેનો ઉકેલ આપ્યો હતો. રાજ્યપાલે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા દ્વારા નિર્મિત દેશી ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. દરમિયાન જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં રાજ્યપાલે રાસાયણિક ખેતી...

ઓક્ટોબર 6, 2024 9:19 એ એમ (AM) ઓક્ટોબર 6, 2024 9:19 એ એમ (AM)

views 3

એસટી દ્વારા સિદ્ધપુરથી દ્વારકાની નવી સ્લીપર કોચ બસ શરૂ કરાઇ

સિધ્ધપુર પંથકની જનતા માટે સિધ્ધપુરથી સીધા યાત્રાધામ દ્વારકાધીશના દર્શનાર્થે જઇ શકે તેવી સિધ્ધપુર - દ્વારકા સ્લીપરકોચ બસનો પ્રારંભ થયો છે. સિધ્ધપુરથી દ્વારકા જતી નવીન સ્લીપર કોચ બસને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ દરરોજ નિયમિત સિધ્ધપુરથી દ્વારકા જશે અને દ્વારકાથી સિધ્ધપુર પરત આવશે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર મત વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ બસનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ બસ સાંજે 18:00 કલાકે સિદ્ધપુરથી ઉપડી વાયા પાટણ, બેચરાજી, સ...