ઓક્ટોબર 13, 2024 11:55 એ એમ (AM) ઓક્ટોબર 13, 2024 11:55 એ એમ (AM)
5
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું ત્રણ દેશોના પ્રવાસે જવા રવાના થયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આફ્રિકાના ત્રણ દેશો અલ્જેરિયા, મોરિટાનિયા અને મલાવીની મુલાકાતે જવા રવાના થયા છે. ભારતના અધ્યક્ષ પદે G 20 શિખર બેઠક દરમિયાન આફ્રિકા સંઘને G 20 ના કાયમી સભ્ય તરીકે સ્થાન મળ્યાના એક વર્ષ બાદ આ દેશોની ભારતની આ પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ તેમની આ એક અઠવાડિયાની મુલાકાત દરમિયાન, વિવિધ દ્વિપક્ષીય બેઠકો કરશે. મુલાકાતના પ્રથમ તબક્કામાં, તેઓ અલ્જેરિયા જશે. મુલાકાત દરમિયાન તેઓ અલ્જેરિયાના પ્રમુખ અબ્દેલ માદજીદ ટેબ્બોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સુશ્રી મુર્મુ ભારત-અલ્જીરિયા આર...