માર્ચ 18, 2025 1:56 પી એમ(PM)
12
વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે નિષ્પક્ષ અને મજબૂત આંતર-રાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મુક્યો
વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે નિષ્પક્ષ અને મજબૂત આંતર-રાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. નવી દિલ્હીમાં આજે રાયસીના સંવાદના એક સત્રમાં સંબોધિત કરતાં તેમણે કહ્યું, એક મજબૂત વૈશ્વિક વ્યવસ્થાનો અભાવ એ માત્ર શક્તિશાળી દેશોને તો લાભ પહોંચાડે જ છે, પરંતુ નાના દેશોને જોખમ ઉઠાવવા અને સ્થાપિત ધોરણોને પડકાર આપવામાં પણ સક્ષમ બનાવે છે. શ્રી જયશંકરે કાશ્મીર પર પાકિસ્તાનના ગેરકાયદે કબજા પર વાત કરતા ભારતનું સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ મુદ્દાને પહોંચવામાં ...