ડિસેમ્બર 28, 2024 1:55 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 1:55 પી એમ(PM)

views 5

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન

નવી દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પહેલા ડૉ. મનમોહન સિંઘના પાર્થિવ દેહને તેમના આવાસથી દિલ્હીના કૉંગ્રેસ મુખ્યમથક લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કૉંગ્રેસ મુખ્યમથકથી સ્મશાન ઘાટ સુધી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. નિગમ બોધ સ્મશાન ઘાટ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ...

ડિસેમ્બર 28, 2024 1:45 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 1:45 પી એમ(PM)

views 4

સરકાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘને યોગ્ય સન્માન આપવા વચનબદ્ધ: ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, સરકાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘને યોગ્ય સન્માન આપવા બદલ સંપૂર્ણ રીતે વચનબદ્ધ છે. ડૉ. મનમોહન સિંઘના સ્મારક માટે જગ્યા ફાળવવા અંગે શ્રી ત્રિવેદીએ કહ્યું, મંત્રીમંડળની ગઈકાલે યોજાયેલી બેઠકમાં ડૉ. મનમોહન સિંઘની યાદમાં સ્મારક બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

ડિસેમ્બર 28, 2024 8:15 એ એમ (AM) ડિસેમ્બર 28, 2024 8:15 એ એમ (AM)

views 4

આજે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહના અંતિમ સંસ્કાર કરાશે

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહની અંતિમ યાત્રા આજે સવારે સાડા નવ વાગ્યે નવી દિલ્હીના કૉંગ્રેસ મુખ્યમથક ખાતેથી નીકળી સ્મશાન ઘાટ પહોંચશે. ડૉ. મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે આજે અંતિમ સંસ્કાર કરાશે. આજે સવારે તેમના પાર્થિવ શરીરને તેમના આવાસથી કૉંગ્રેસ કાર્યાલય ખાતે લઈ જવાશે અને ત્યાં સામાન્ય નાગરિકો અને પક્ષના કાર્યકર્તાઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કૉંગ્રેસ કાર્ય સમિતિ- સીડબલ્યુસી એ ગઈકાલે ડૉ. મનમોહન સિંહના અવસાન પર એક શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહના અંતિ...