ડિસેમ્બર 28, 2024 7:16 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 7:16 પી એમ(PM)

views 12

ઇસરો સોમવારે અવકાશ ઉપગ્રહ જોડાણ પરિક્ષણ કરશે, આગવી અવકાશ ટેકનોલોજી ધરાવતા દેશોમાં ભારત સ્થાન મેળવશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરો મહત્વનું અવકાશ ઉપગ્રહ જોડાણ પરિક્ષણ આ સોમવારે હાથ ધરશે. કેન્દ્રીય અવકાશ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, આ ઐતિહાસિક મિશનમાં બે ઉપગ્રહોને PSLV રોકેટની મદદથી અવકાશમાં મોકલ્યા બાદ તેમણે સ્વદેશી ટેકનોલોજી - ભારતીય ડોકિંગ સિસ્ટમ દ્વારા અવકાશમાં જોડવામાં આવશે. આ મિશન સફળતાથી પૂર્ણ થતાં આવી આગવી અવકાશ ટેકનોલોજી ધરાવતા થોડા દેશોના જૂથમાં ભારત સ્થાન મેળવશે.

ઓક્ટોબર 27, 2024 10:12 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 10:12 એ એમ (AM)

views 26

2035 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે: ડૉ.જીતેન્દ્રસિંહ

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્યમંત્રી ડૉ.જીતેન્દ્રસિંહે ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અને બાયો ટેકનોલોજી વિભાગ વચ્ચે સમજૂતી કરાર પર કર્યા હતા. શ્રી સિંહે જણાવ્યું હતું કે, 2035 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે, જે ભારતીય અંતરીક્ષ સ્ટેશન તરીકે ઓળખાશે. ભારતના અવકાશ ક્ષેત્રના ઝડપી વિકાસમાં જાહેર-ખાનગી ભાગીદારી મહત્વપૂર્ણ રહી છે. ડૉ.જીતેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું કે, સ્પેસ સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, લગભગ 300 સ્ટાર્ટઅપ્સ હવે સ્પેસ અર્થતંત્ર...