ઓક્ટોબર 30, 2024 9:51 એ એમ (AM) ઓક્ટોબર 30, 2024 9:51 એ એમ (AM)

views 11

“ફૂડ સેફ્ટી” પખવાડિયા અંતર્ગત 7.3 કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્યપદાર્થ જપ્ત

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા “ફૂડ સેફ્ટી” પખવાડિયા અંતર્ગત સાત કરોડ ત્રણ લાખથી વધુનો શંકાસ્પદ ખાદ્યપદાર્થ કબજે કરી વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 25 ઑકટોબર સુધી યોજાયેલા પખવાડિયા અંતર્ગત અત્યાર સુધી નવ હજાર 900થી વધુ નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે 4 હજાર 700 જેટલા નિરીક્ષણ કરાયા હતા. ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, અત્યાર સુધી તંત્ર દ્વારા રાજ્યમાં વિવિધ જગ્યાએ આકસ્મિક કુલ 175 દરોડા પાડી 260 ટન જેટલો અંદાજે 7 કરોડ 3 લાખ રૂપિયાનો ...

ઓક્ટોબર 30, 2024 9:13 એ એમ (AM) ઓક્ટોબર 30, 2024 9:13 એ એમ (AM)

views 32

દેવી સીતાના જન્મસ્થળ જનકપુરને રોશની અને વાઇબ્રન્ટ સજાવટથી શણગારવામાં આવ્યું

નેપાળનું પ્રાચીન શહેર જનકપુર, ઉત્તર પ્રદેશમાં અયોધ્યા સાથે ઐતિહાસિક રીતે જોડાયેલું છે, તે રામ મંદિરની 'પ્રાણ પ્રતિષ્ઠા' પછીના પ્રથમ દીપોત્સવની તૈયારી કરી રહ્યું છે. દિવાળીના તહેવારની સાથે, દેવી સીતાના જન્મસ્થળ જનકપુરને રોશની અને વાઇબ્રન્ટ સજાવટથી શણગારવામાં આવે છે. સ્થાનિક લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે અ તેઓ ધૂમ ખરીદી કરીને ઉત્સાહની ઉજવણી કરી રહ્યાં છે.