ડિસેમ્બર 14, 2024 1:33 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:33 પી એમ(PM)
23
30થી વધુ શાળાઓને બોમ્બની ધમકી, તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી
દિલ્હીના આરકે પુરમમાં આવેલી એક ખાનગી શાળાને આજે સવારે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. આ અંગેની જાણ થતાં પોલીસ, બોમ્બ ડિટેક્શન ટીમ અને અગ્નિશમન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું નહતું. ગઈકાલે, રાષ્ટ્રીય રાજધાનીમાં 30થી વધુ શાળાઓને નકલી બોમ્બની ધમકીઓ મળી હતી. માહિતી મળતાં જ શાળાઓને ખાલી કરાવવામાં આવી હતી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે ત્યાં તપાસ કરી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું.