ડિસેમ્બર 29, 2025 10:12 એ એમ (AM) ડિસેમ્બર 29, 2025 10:12 એ એમ (AM)

રાજ્યોને ઉત્પાદન અને વ્યવસાયમાં પ્રોત્સાહન આપવા હાકલ કરી : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોને ઉત્પાદન અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા અને ભારતને વૈશ્વિક સેવાઓનું કેન્દ્ર હાકલ કરી છે. નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં રાષ્ટ્રીય ઉત્પાદન મિશન શરૂ કરશે. પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને આયાત પર નિર્ભરતા ઘટાડવા અને દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સ્થાનિક ઉત્પાદન માટે 100 ઉત્પાદનો ઓળખવા વિનંતી કરી. તેમણે રાજ્યોને તેમના ક્ષેત્રમાં ઓછામાં ઓછું એક વિશ્વ-સ્તરીય પર્યટન સ્થળ વિ...

મે 27, 2025 10:34 એ એમ (AM) મે 27, 2025 10:34 એ એમ (AM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પદ્મ પુરસ્કારો એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કારો એનાયત કરશે. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક, પદ્મ પુરસ્કારો ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે - પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. આ પુરસ્કારો કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વ્યવસાય અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત અને વહીવટી સેવા સહિત વિવિધ શાખાઓ અને ક્ષેત્રોમાં આપવામાં આવે છે.

ફેબ્રુવારી 17, 2025 10:11 એ એમ (AM) ફેબ્રુવારી 17, 2025 10:11 એ એમ (AM)

views 24

દિલ્હીમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા

આજે સવારે નવી દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ સવારે 5:36 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર દિલ્હી નજીક પાંચ કિલોમીટરની ઊંડાઈએ હોવાનું કહેવાય છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી, નોઈડા, ઈન્દિરાપુરમ અને એનસીઆર ના અન્ય વિસ્તારોમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર 28.59 ઉત્તર અક્ષાંશ અને 77.16 પૂર્વ રેખાંશ પર હતું. જો કે હજુ સુધી સંપત્તિ કે જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી.

જાન્યુઆરી 26, 2025 2:07 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 2:07 પી એમ(PM)

views 27

પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા ઝલક જોવા મળી

નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા અને સૈન્ય તાકાતની ઝલક જોવા મળી હતી. આ પરેડમાં ગુજરાતની ‘સ્વર્ણિમ ભારત- વારસા અને વિકાસ’ની ઝાંખી જોવા મળી. જ્યારે પશ્ચિમ બંગાળની ઝાંખીમાં રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટતા અને કલાત્મક પરંપરાઓ જોવા મળી. જ્યારે ભારતીય હવામાન વિભાગ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની ઝાંખી પણ આ પરેડમાં જોડાઈ હતી. મધ્યપ્રદેશ ’70 સાલ બાદ ચિત્તાઓં કી ઐતિહાસિક વાપસી’ની ઝાંખી જોવા મળી હતી. ઉપરાંત ભારતીય તટરક્ષક, DRDOની ઝાંખી રક...

ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM)

views 4

દિલ્હી પોલિસે રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધી

દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટીની ફરિયાદ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી હોવાનું દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. દિલ્હી પોલીસ દ્વારા ભારતીય ન્યાયિક સંહિતાની માત્ર કલમ 109 હટાવી છે, જ્યારે ફરિયાદમાં દાખલ કરવામાં આવેલી બાકીની તમામ કલમો યથાવત રાખવામાં આવી છે. ભાજપના સાંસદ અનુરાગ સિંહ ઠાકુરે, સાંસદો બાંસુરી સ્વરાજ અને હેમાંગ જોશી સાથે ગઈકાલે સંસદ ભવન પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ભાજપના સાંસદોને સંસદ ભવન સંકુલમાં ધક્કો મારીને ...

ડિસેમ્બર 14, 2024 1:33 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:33 પી એમ(PM)

views 23

30થી વધુ શાળાઓને બોમ્બની ધમકી, તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી

દિલ્હીના આરકે પુરમમાં આવેલી એક ખાનગી શાળાને આજે સવારે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. આ અંગેની જાણ થતાં પોલીસ, બોમ્બ ડિટેક્શન ટીમ અને અગ્નિશમન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું નહતું. ગઈકાલે, રાષ્ટ્રીય રાજધાનીમાં 30થી વધુ શાળાઓને નકલી બોમ્બની ધમકીઓ મળી હતી. માહિતી મળતાં જ શાળાઓને ખાલી કરાવવામાં આવી હતી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે ત્યાં તપાસ કરી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું.

ઓક્ટોબર 11, 2024 1:59 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 1:59 પી એમ(PM)

views 21

દિલ્હી: 2 હજાર કરોડ રૂપિયાની કિંમતનું 200 કિલોગ્રામ કોકેઇન જપ્ત

દિલ્હી પોલીસના વિશેષ દળે અંદાજે 2 હજાર કરોડ રૂપિયાની કિંમતનું 200 કિલોગ્રામ કોકેઇન જપ્ત કર્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે પશ્ચિમ દિલ્હીના રમેશ નગર વિસ્તારમાંથી કોકેન જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ એ જ સિન્ડિકેટનો ભાગ છે, જ્યાંથી દિલ્હી પોલીસે ગત સપ્તાહે 500 કિલોગ્રામથી વધુ કોકેઇન જપ્ત કર્યું હતું. આ મામલે અત્યાર સુધીમાં સાત આરોપીઓની ધરપકડ કરાઈ છે.

સપ્ટેમ્બર 21, 2024 10:35 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2024 10:35 એ એમ (AM)

views 11

‘આપ’ ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

આમ આદમી પાર્ટી- 'આપ'ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આમ આદમી પાર્ટી-'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચાલી રહેલા લિકર કેસમાં લાંબો સમય સુધી જેલમાં રહ્યા હતા. કોર્ટના શરતી આદેશ બાદ અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. જેમાં કોર્ટની શરતો મુજબ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રવેશી શકશે નહીં. જેના કારણે અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું હતું. અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ 'આપ'ના મોવડીમંડળ દ્વારા આતિશીને દિલ્હીના નવા મ...