જાન્યુઆરી 15, 2025 6:16 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 6:16 પી એમ(PM)

views 3

ડાંગ: પોષણ ઊડાન–2025 કાર્યક્રમ યોજાયો, કિશોરીઓને તલના લાડુનું વિતરણ કરાયું

ડાંગ જિલ્લાની આંગણવાડીઓમાં પોષણ ઊડાન–2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. લાભાર્થીઓમાં પોષણ અંગે જાગૃતતા લાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉડાન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર ઘટકના વિવિધ સ્થળોએ પોષણ ઉડાનનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કિશોરીઓને પોષણયુક્ત તલના લાડુ વિતરણ કરવામાં આવ્યા હતા. પોષણ ઉડાન ૨૦૨૫ અંતર્ગત પતંગ પર પોષણ સૂત્રો લખીને લોકોમાં પોષણ અંગે જાગૃતતા ફેલાવામાં આવી હતી.

ઓક્ટોબર 27, 2024 9:26 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 9:26 એ એમ (AM)

views 6

સાપુતારામાં 68મી અખિલ ભારતીય શાળાકીય તિરંદાજી સ્પર્ધાનું આયોજન

ગિરિમથક સાપુતારા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગરનાં ઉપક્રમે 68મી અખિલ ભારતીય શાળાકીય તિરંદાજી સ્પર્ધાનું આયોજન કરાયું છે. ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારના યુવાન ખેલાડીઓને પ્રેરણા આપવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને 2036ની ઓલમ્પિકમાં તિરંદાજી સ્પર્ધામાં ભારતના ખેલાડીઓને તૈયાર કરવાનો અને સુવર્ણચંદ્રક અપાવવા માટેનો છે. ડાંગ ખાતેની આ સ્પર્ધામાં રાજ્યના 33 જિલ્લાઓની શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.

ઓક્ટોબર 27, 2024 9:22 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 9:22 એ એમ (AM)

views 7

ડાંગ: ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં 3,879 અરજીઓનો નિકાલ

ડાંગના સુબીર તાલુકાના ઝરણમા યોજાયેલા 'સેવા સેતુ' કાર્યક્રમમાં 3 હજાર 879 અરજીઓનો નિકાલ કરાયો હતો, જેમાં રાજ્ય સરકારના જુદા જુદા 13 વિભાગોની, 55થી વધુ યોજનાઓનો ઘર આંગણે જ લાભ પુરો પડાયો હતો. આ કાર્યક્રમમાં સુબીર વિસ્તાર નજીકના કુલ 19 ગામના લોકોએ ભાગ લીધો હતો.