જાન્યુઆરી 8, 2025 10:17 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 10:17 એ એમ (AM)
1
તિબેટમાં ચીનની ડેમ યોજના અંગે ભારત સરકાર સતર્ક : રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, તિબેટમાં ભારતની સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર મેગા ડેમ બનાવવાની ચીનની યોજના અંગે સરકાર સતર્ક છે. ચીને બ્રહ્મપુત્રા પર વિશ્વના સૌથી મોટા બંધ બાંધવાની તેની યોજનાની જાહેરાત કર્યા બાદ ભારતે કહ્યું કે, તે તેના હિતોનું રક્ષણ કરવા માટે દેખરેખ રાખશે અને જરૂરી પગલાં લેશે. ભારતે ઉપરના વિસ્તારોની ગતિવિધિઓથી બ્રહ્મપુત્રાના નીચલા વિસ્તારોના હિતોને નુકસાન ન થાય, તે સુનિશ્ચિત કરવા ચીનને અનુરોધ કર્યો છે.