ફેબ્રુવારી 7, 2025 2:46 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:46 પી એમ(PM)

views 4

CRPFના મહાનિર્દેશક, જી.પી. સિંહ જમ્મુ અને કાશ્મીરની બે દિવસની મુલાકાતે

CRPFના મહાનિર્દેશક, જી.પી. સિંહ જમ્મુ અને કાશ્મીરની બે દિવસની મુલાકાતે છે. તેમણે આજે સરહદી જિલ્લામાં રાજૌરી સ્થિત ફોર્સના કેમ્પની મુલાકાત લીધી. અમારા પ્રતિનીધીના અહેવાલ મુજબ, શ્રી સિંહે જિલ્લામાં સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે કાલાકોટ ઉપરાંત કોપરા ખાતે નવા બનાવાયેલ કાઉન્ટર ઇન્સર્જન્સી (સીઆઈ) કેમ્પની પણ મુલાકાત લીધી હતી. અગાઉ તેઓએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે પણ મુલાકાત કરી હતી.

જાન્યુઆરી 21, 2025 2:08 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 2:08 પી એમ(PM)

views 5

છત્તીસગઢ અને ઓડિશા સરહદ પર કેન્દ્રીય અનામત પોલીસ દળ – CRPFની ટુકડીએ 14 માઓવાદી ઠાર કર્યા

છત્તીસગઢ અને ઓડિશા સરહદ પર ગઈકાલે રાત્રે પોલીસ તેમજ કેન્દ્રીય અનામત પોલીસ દળ- CRPFની ટુકડીએ સંયુક્ત અભિયાનમાં ઓછામાં ઓછા 14 માઓવાદી ઠાર કર્યા છે. આમાં નક્સવાદીઓની કેન્દ્રિય સમિતિનો કુખ્યાત સભ્ય જયરામ ઉર્ફે ચલપતિ પણ ઠાર મરાયો છે. તેની ઉપર 1 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું.અમારા પ્રતિનિધિએ જણાવ્યું કે, કુલ્હાડીઘાટના વન્ય વિસ્તારમાં માઓવાદીઓ છૂપાયાની માહિતી મળી હતી. સુરક્ષા દળના જવાનોએ ઘટનાસ્થળ પર એક સેલ્ફ લેન્ડિંગ રાઈફલ સહિત મોટી સંખ્યામાં હથિયાર, દારૂગોળા, IED વિસ્ફોટક કબજે કર્યા હતા. આ વિસ...

જાન્યુઆરી 17, 2025 9:29 એ એમ (AM) જાન્યુઆરી 17, 2025 9:29 એ એમ (AM)

views 6

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 માઓવાદી માર્યા ગયા

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથે ચાલી રહેલી અથડામણમાં ઓછામાં ઓછા 12 માઓવાદીઓ માર્યા ગયા છે. બીજાપુર જિલ્લામાં તેલંગાણા સરહદ પર દક્ષિણ બસ્તરના જંગલોમાં ગઇકાલે સવારથી આ અથડામણ ચાલી રહી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, કોબ્રા બટાલિયન અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની સંયુક્ત ટીમ દક્ષિણ બસ્તરના જંગલોમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી. ગઇકાલે સવારથી સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે સમયાંતરે ગોળીબાર ચાલુ છે. બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને સ...

જુલાઇ 12, 2024 10:01 એ એમ (AM) જુલાઇ 12, 2024 10:01 એ એમ (AM)

views 10

ભૂતપૂર્વ અગ્નિવીરોને હવેથી કેન્દ્રીય સુરક્ષા દળોમાં 10 ટકા અનામતનો મળશે લાભ

કેન્દ્રીય સુરક્ષા દળોમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે હવે 10 ટકા અનામત અમલી બનશે. અગ્નિપથ યોજનાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય દળો દ્વારા આ જાહેરાત કરાઈ છે. સીમા સુરક્ષા દળ – BSF, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ – CRPF, કેન્દ્રીય ઔદ્યોગીક સુરક્ષા દળ -CISF તેમજ સશસ્ત્ર સીમા દળોમાં અગ્નિવીરોને હવે અનામતનો લાભ મળશે. તમામ દળોના પ્રમુખોએ પત્રકારોન સંબોધતા કહ્યું કે ભૂતપૂર્વ અગ્નિવીરોને આ અનામત હેઠળ વય મર્યાદામાં છૂટ મળશે. આ માટે તેમને કોઈ શારીરિક પરીક્ષા પણ નહીં આપવાની રહે. CISFના મહાનિદેશક નીના સિંહે ...