ડિસેમ્બર 14, 2024 2:44 પી એમ(PM)

views 15

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોપી રાજશ્રી કોઠારીની ધરપકડ

અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસની આરોપી રાજશ્રી કોઠારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી પાડી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં મેડિકલ કેમ્પના નામે લોકોને બોલાવીને તેમના પરવાનગી વિના ઓપરેશન કરાતા બે વ્યક્તિઓના મોત થયા હતા. આ કેસની આરોપી રાજશ્રી કોઠારી ઘણા સમયથી ફરાર હતી જેને રાજસ્થાનથી ઝડપી લેવાઇ હતી. આ કેસમાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગત પાંચમી ડિસેમ્બરે રાજશ્રી કોઠારીની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી હતી. રાજશ્રી કોઠ...