માર્ચ 14, 2025 1:15 પી એમ(PM) માર્ચ 14, 2025 1:15 પી એમ(PM)

views 8

ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ IML T20 ક્રિકેટમાં, ઇન્ડિયા માસ્ટર્સે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો

ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ IML T20 ક્રિકેટમાં, ઇન્ડિયા માસ્ટર્સે ગઈકાલે રાયપુરમાં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ પર 94 રનથી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. યુવરાજ સિંહે આક્રમક અડધી સદી ફટકારી, જ્યારે ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમે ચાર વિકેટ ઝડપી હતી. ઇન્ડિયા માસ્ટર્સે કેપ્ટન સચિન તેંડુલકરની 42 રનની મજબૂત શરૂઆત બાદ યુવરાજે બાજી સંભાળી હતી, બ્રાયસ મેકગેઇનના એક ઓવરમાં ત્રણ છગ્ગા સહિત 26 બોલમાં અડધી સદી ફટકારીને ભારતને 7 વિકેટે 220 રનનો સ્કોર પર પહોંચાડ્યો હતો. જવાબમાં, ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમ શરૂઆતથી સંઘ...

જાન્યુઆરી 15, 2025 7:21 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:21 પી એમ(PM)

views 33

ભારતે આયર્લેન્ડને 304 રનથી હરાવીને તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી

મહિલા ક્રિકેટમાં, ભારતે આજે ગુજરાતના રાજકોટમાં રમાયેલી ત્રણ મેચની શ્રેણીની ત્રીજી વનડેમાં આયર્લેન્ડને 304 રનથી હરાવીને તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી. ભારતે શ્રેણી 3-0થી જીતી લીધી. ભારતે આપેલ 436 રનના લક્ષ્યાંકનો પીછો કરતા આયર્લેન્ડ 31.4 ઓવરમાં 131 રન બનાવીને ઓલઆઉટ થયું હતું. અગાઉ, ભારતીય મહિલા ટીમે 50 ઓવરમાં પાંચ વિકેટે 435 રન બનાવીને ઇતિહાસ રચ્યો, જે તેમનો સૌથી વધુ વનડે કુલ સ્કોર છે અને મહિલા ક્રિકેટના ઇતિહાસમાં ચોથો સૌથી મોટો સ્કોર પણ છે. બંને ભારતીય ઓપનર, સ્મૃતિ મંધાના અને પ્રતિકા ...

ડિસેમ્બર 28, 2024 5:46 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 5:46 પી એમ(PM)

views 18

કચ્છ: માધાપર ખાતે મનો દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયનશીપમાં 2024 યોજાઈ

કચ્છના માધાપર ખાતે પ્રથમ અખિલ ગુજરાત મનો દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયનશીપમાં 2024 યોજાઈ હતી. જેમાં રાજ્યમાંથી ભાવનગર, દાહોદ, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ સહિત કુલ 8 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં ભાવનગર અને મહેસાણા વચ્ચે યોજાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લાની દિશા સ્કૂલના દિવ્યાંગ બાળકોની ટીમ વિજેતા બની હતી. પ્રકાશ વાઘેલા મેન ઓફ ધી મેચ થયો હતો. મહેસાણાની ટીમને કપની સાથે 11 હજાર રૂપિયાનું રોકડ ઇનામ અપાયું હતું.

ડિસેમ્બર 28, 2024 6:00 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 6:00 પી એમ(PM)

views 14

INDvsAUS: ચોથી ટેસ્ટમાં ત્રીજા દિવસે વરસાદને કારણે મેચ બંધ, ભારતે નવ વિકેટે 358 રન કર્યા

મેઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રમાઈ રહેલી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસની રમતના અંતે ભારતે પહેલી ઇનિંગમાં નવ વિકેટે 358 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં નોંધાવેલા 474 રનની સરસાઈ કાપવા ભારતને હજી 116 રનની જરૂર છે. ભારત વતી નીતિશકુમાર રેડ્ડીએ લડાયક રમત રમીને અણનમ રહી નોંધાવેલા 105 અને વોશિંગ્ટન સુંદરના 50 રનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને વળતી લડત આપી હતી. રમત બંધ રહી ત્યારે રેડ્ડીએ 105 અને મોહમ્મદ સિરાજ બે રન સાથે રમતમાં છે. ઉલ્લેખનીય છે કે, પાંચ ટેસ્ટ મેચોની આ શ્રેણીમાં ભારત ...

ઓક્ટોબર 30, 2024 9:15 એ એમ (AM) ઓક્ટોબર 30, 2024 9:15 એ એમ (AM)

views 15

મહિલા ક્રિકેટમાં ભારતે ન્યુઝીલેન્ડને 2-1થી હરાવીને જીત મેળવી

મહિલા ક્રિકેટમાં, ભારતે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી હતી . ગઈકાલે ફાઈનલ મેચમાં ભારતની ટીમે ન્યુઝિલેંડને છ વિકેટથી હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 233 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે સ્મૃતિ મંધાનાની સદીની મદદથી 45મી ઓવરમાં મેચ સમાપ્ત કરી દીધી હતી. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 232 રન બનાવ્યા હતા.

ઓક્ટોબર 27, 2024 10:00 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 10:00 એ એમ (AM)

views 13

IND vs NZ: આજે અમદાવાદમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડે મેચ રમાશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે અમદાવાદમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ અગાઉ, ભારતે ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્ષેણીની પ્રથમ મેચમાં વર્લ્ડ T20 ચેમ્પિયન ન્યુઝીલેન્ડને 59 રનથી હરાવ્યું હતું.

ઓક્ટોબર 16, 2024 9:40 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 9:40 એ એમ (AM)

views 13

ભારત ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં આજે ન્યૂ ઝિલેન્ડ સામે રમશે.

ભારત ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં આજે ન્યૂ ઝિલેન્ડ સામે રમશે. બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આ મેચ સ્થાનિક સમય અનુસાર સવારે સાડા નવ વાગ્યે શરૂ થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 2012-13 સીઝન બાદથી ઘરઆંગણે સતત 19મી શ્રેણી જીતવાનો લક્ષ્ય પણ બનાવશે. બીજી ટેસ્ટ 24થી 28 ઑક્ટોબર સુધી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ એકથી પાંચ નવેમ્બર સુધી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

ઓક્ટોબર 11, 2024 6:45 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 6:45 પી એમ(PM)

views 17

રણજી ટ્રોફી: બરોડા અને મુંબઇ વચ્ચે મેચ, બરોડાની ટીમે 241 રન કર્યા

રણજી ટ્રોફીની સિઝનનો આજથીપ્રારંભ થયો છે.જેમાં વડોદરા ખાતે મુંબઇ અને બરોડા, સૌરાષ્ટ્ અને તામિલનાડુ તેમજ ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે મેચ શરૂ થઇ છે. રણજી ટ્રોફીની ઇલાઇટ ગૃપ એની મેચ વડોદરા ખાતે બરોડા અને મુંબઇ વચ્ચે રમાઇ રહી છે. ચાર દિવસની આ મેચના પ્રથમ દિવસેબરોડાની ટીમે છ વિકેટ ગુમાવીને 241 રન કર્યા હતા.બ રોડાની ટીમે ટોસ જીતીને પહેલાબેટીંગ પસંદ કરી હતી. બરોડાની ટીમ વતી સૌથી વધુ 86 રન મહેશ પટેલે કર્યા હતા જ્યારે અતિત શેઠ 60 અને રાજ લિંબાની 14 રને રમતમાં છે. મુંબઇ તરફથી શમ્સ મુલાણી અને તનુષ કોટકે બે-બે...

ઓક્ટોબર 6, 2024 2:16 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 2:16 પી એમ(PM)

views 16

INDvsBAN: ગ્વાલિયરમાં રમાશે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ

ભારત આજે ગ્વાલિયરમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સુકાની સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ટીમમાં બે ટાચના ખેલાડીઓ છે. આ દરમિયાન શુભમન ગિલ, ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલને આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમ પહેલી મેચમાં જ જીતના વિશ્વાસ સાથે ઉતરશે જોકે બાંગ્લાદેશની ટીમ પણ ભારતને ટક્કર આપશે.

ઓગસ્ટ 3, 2024 9:44 એ એમ (AM) ઓગસ્ટ 3, 2024 9:44 એ એમ (AM)

views 7

ભારત શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે ટાઈ થઈ

શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ એક દિવસીય મેચની શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે રમાઈ હતી. આ મેચ ટાઈમાં પરિણમી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ (58 રન)અડધી સદીની ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. યજમાન શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યું હતું. જેમાં શ્રીલંકાની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 230 રન બનાવીને ભારતને જીતવા માટે 231 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાના ઓપનર ...