ઓક્ટોબર 6, 2024 7:20 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 7:20 પી એમ(PM)

views 21

આવતીકાલે વિશ્વ કપાસ દિવસ, કપાસના ઉત્પાદનમાં ગુજરાત એ સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે

કપાસ ઉત્પાદનમાં ગુજરાત એ સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. આવતીકાલે સાતમી ઑક્ટોબર એટલે કે વિશ્વ કપાસ દિવસને ધ્યાનમાં રાખી કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ‘ગુજરાત કપાસમાં 26 લાખ 8 હજાર હેક્ટર વાવેતર વિસ્તાર, 92 લાખ ગાંસડી ઉત્પાદન અને 589 કિલો પ્રતિ હેકટરની રૂ ઉત્પાદકતા સાથે સમગ્ર દેશમાં બીજા નંબરે આવે છે. રાજ્યના અર્થતંત્રમાં અર્થતંત્રમાં કપાસની ભૂમિકા મહત્વપૂર્ણ છે. રાજ્યની સ્થાપનાથી લઈ અત્યાર સુધીમાં રાજ્યની કપાસ ઉત્પાદકતામાં 459 કિલો રૂ પ્રતિહેક્ટરનો વધારો થયો છે. શ્રી પટેલે ઉમેર્યું કે, ‘ભારત...