જૂન 12, 2025 9:57 એ એમ (AM)

views 11

રાજ્યમાં અત્યાર સુધીમાં એક હજાર 281 સંક્રમિત કેસ નોંધાયા

રાજ્યમાં અત્યાર સુધીમાં એક હજાર 281 સંક્રમિત કેસ નોંધાયાછે.. જેમાં 23 દર્દીઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.. જ્યારે અન્ય એક હજાર 258 દર્દીઓ હોમ આઇસોલેશનમાં હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કોરોનાની સારવાર લઇને 143 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા હોવાના પણ અહેવાલ છે.. કોરોનાને કારણે એક પણ મૃત્યુ નોંધાયું નહીં હોવાનું પણ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

મે 21, 2025 8:06 પી એમ(PM)

views 7

અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાતા સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

અમદાવાદમાં કોરોનાના સાત કેસ નોંધાતા સિવિલ હૉસ્પિટલમાં 20 હજાર લિટરની બે ઑક્સિજન ટૅન્ક સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હૉસ્પિટલમાં તમામ દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે અને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહેશે તેમ હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ જણાવ્યું.