ડિસેમ્બર 14, 2024 5:41 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 5:41 પી એમ(PM)
4
કેન્દ્ર સરકારે ઇ-કોમર્સ કંપનીઓ માટે ગ્રાહકોની સલામતીને લગતી પ્રતિજ્ઞાની જાહેરાત કરી
કેન્દ્ર સરકારે ઓનલાઇન વેચાણ કરતી ઇ-કોમર્સ કંપનીઓ માટે ગ્રાહકોની સલામતીને લગતી પ્રતિજ્ઞાની જાહેરાત કરી છે. આગામી 24મી ડિસેમ્બરે ઉજવવામાં આવનાર ગ્રાહક દિવસ અગાઉ જાહેર કરાયેલી આ પ્રતિજ્ઞાનું ધ્યેય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું અને ઇ-કોમર્સ કંપનીઓની સાર્વજનિક પ્રતિબધ્ધતા દર્શાવવાનું છે. જેના દ્વારા ઇ-કોમર્સ કંપનીઓ અસુરક્ષિત, બનાવટી અને ઓછી ગુણવત્તાવાળા ઉત્પાદનનું વેચાણ રોકવા અંગે સ્વૈચ્છિક પ્રતિબધ્ધતા દર્શાવશે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે આ સલામતી પ્રતિજ્ઞાના સંદર્ભમાં લાગતા વળગતા લોકો સાથે ગ...