ડિસેમ્બર 28, 2024 1:45 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 1:45 પી એમ(PM)

views 2

સરકાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘને યોગ્ય સન્માન આપવા વચનબદ્ધ: ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, સરકાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘને યોગ્ય સન્માન આપવા બદલ સંપૂર્ણ રીતે વચનબદ્ધ છે. ડૉ. મનમોહન સિંઘના સ્મારક માટે જગ્યા ફાળવવા અંગે શ્રી ત્રિવેદીએ કહ્યું, મંત્રીમંડળની ગઈકાલે યોજાયેલી બેઠકમાં ડૉ. મનમોહન સિંઘની યાદમાં સ્મારક બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM)

views 5

દિલ્હી પોલિસે રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધી

દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટીની ફરિયાદ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી હોવાનું દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. દિલ્હી પોલીસ દ્વારા ભારતીય ન્યાયિક સંહિતાની માત્ર કલમ 109 હટાવી છે, જ્યારે ફરિયાદમાં દાખલ કરવામાં આવેલી બાકીની તમામ કલમો યથાવત રાખવામાં આવી છે. ભાજપના સાંસદ અનુરાગ સિંહ ઠાકુરે, સાંસદો બાંસુરી સ્વરાજ અને હેમાંગ જોશી સાથે ગઈકાલે સંસદ ભવન પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ભાજપના સાંસદોને સંસદ ભવન સંકુલમાં ધક્કો મારીને ...

નવેમ્બર 9, 2024 6:50 પી એમ(PM) નવેમ્બર 9, 2024 6:50 પી એમ(PM)

views 2

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભાજપની કરવેરા નીતિની ટીકા કરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભાજપની કરવેરા નીતિની ટીકા કરી છે. આજે ધનબાદ જિલ્લાના બાઘમારા ખાતે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો ભાજપની વેરા નીતિ સમૃધ્ધ વર્ગના મૂડીવાદીઓની તરફેણ કરે છે. તેમણે કહ્યું કે, અનૂસૂચિત જાતિ અને જનજાતિના લોકોને સરકારી સંસ્થાઓમાં પુરતું પ્રતિનિધિત્વ મળતું નથી.

સપ્ટેમ્બર 5, 2024 10:55 એ એમ (AM) સપ્ટેમ્બર 5, 2024 10:55 એ એમ (AM)

views 40

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે અનંતનાગમાં ગઠબંધનના ઉમેદવાર જી એ મીરના સમર્થનમાં જાહેર રેલી યોજી હતી.

જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર વેગ પકડી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે અનંતનાગમાં ગઠબંધનના ઉમેદવાર જી એ મીરના સમર્થનમાં જાહેર રેલી યોજી હતી. રેલીને સંબોધન કરતાં શ્રી ગાંધીએ કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન લોકોની સાચી આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ પણ સભાને સંબોધિત કરી હતી. અગાઉ,રાહુલ ગાંધીએ તેમના પક્ષના ઉમેદવાર વકાર રસૂલ વાનીના સમર્થનમાં રામબન મતવિસ્તારમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. દરમિયાન, પૂર્વ મુખ્યમંત્રી અને P...