ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM) ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM)

views 8

રાજ્યના ૬૦,૨૪૫ કર્મીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે : ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારનાં કર્મચારીઓને છઠ્ઠાને બદલે સાતમા પગારપંચ મુજબ ભથ્થાં આપવાનો અને 2005 પહેલાંનાં કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વય નિવૃત્તિ કે અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  રાજ્ય સરકારનાં કર્મચારીઓની ઉચ્ચક બદલી દરમિયાન મુસાફરી ભથ્થું અને વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમાં પગાર પંચ પ્રમાણે આપવામાં આવશે. ગઈ કાલે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ...

ઓગસ્ટ 6, 2024 10:47 એ એમ (AM) ઓગસ્ટ 6, 2024 10:47 એ એમ (AM)

views 9

શિક્ષકોનાં ઉમદા પ્રયાસથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

રાજ્યના છેવાડાના ગામને પણ રાજ્યનું પ્રથમ હરોળનું ગામ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકો જ કરી શકે છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગઈ કાલે ગાંધીનગરના ડભોડા ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા આયોજિત મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીના અભિવાદન સમારોહમાં શ્રી પટેલે જણાવ્યું કે, શિક્ષકો દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવી રહ્યું છે. તેમના ઉમદા પ્રયાસો દ્વારા સમગ્ર રાજ્યમાં ડ્રોપ આઉટ1 રેશિયો ઘટ્યો છે. શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભ...

જુલાઇ 31, 2024 10:58 એ એમ (AM) જુલાઇ 31, 2024 10:58 એ એમ (AM)

views 15

રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 108 એમ્બ્યુલન્સ સેવાએ એક મહિનામાં 1 લાખ 14 હજારથી વધુ દર્દીને સેવા પૂરી પાડી

છેલ્લાં એક મહિનાથી રાજ્યભરમાં પડી રહેલા વરસાદ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 108 એમ્બ્યુલન્સ સેવાએ 1 લાખ 14 હજારથી વધુ દર્દીઓને સેવા પૂરી પાડી છે. એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 15 લાખ 37 હજાર લોકોનાં જીવ બચાવ્યા છે અને એક લાખ 42 હજારથી વધુ મહિલાઓની સફળ પ્રસુતિ કરાવી છે. અત્યાર સુધીમાં 1.62 કરોડથી વધુ લોકોએ 108 એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો છે. હાલમાં અંદાજે ચાર હજારથી વધુ કર્મચારીઓ અંદાજે સાતથી સાડા સાત હજાર જેટલા કોલ લે છે. 108ની 800થી વધુ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિ...