જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM) જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM)

views 6

રાજ્ય સરકારે એક જ દિવસમાં વિવિધ વિકાસ કાર્યો માટે રૂ.605.48 કરોડ ફાળવ્યા

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં વિવિધ વિકાસકાર્યો માટે 605 કરોડ 48 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ, નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા 40 કરોડ રૂપિયા, 13 નગરોમાં ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડ રૂપિયા, 22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન બનાવવા રૂપિયા 33 કરોડ, સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ, આઉટગ્રૉથ વિસ્તાર વિકાસ, શહેરી સડક યોજના, ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે 493 કરોડ 48 લાખ રૂપિયા ફાળવાયા છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરની આગવી ઓળખના વિકા...

જાન્યુઆરી 6, 2025 8:51 એ એમ (AM) જાન્યુઆરી 6, 2025 8:51 એ એમ (AM)

views 10

એશિયન પેરા ગેમ્સમાં સુવર્ણ અને કાંસ્ય પદક મેળવનાર દિવ્યાંગ ખેલાડીને રાજ્ય સરકાર નોકરી આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2023ની એશિયન પેરા ગેઇમ્સની ચેસ રમતમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતનાર રાજ્યના બે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.આ ખેલાડીઓની રાજ્ય સરકારમાં વર્ગ ૧ અને વર્ગ-૨ના અધિકારી તરીકે નિમણૂક કરાશે. ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષોની ચેસ રમતમાં સુવર્ણ ચંદ્રક જીતનાર દર્પણ ઇનાણીની ગુજરાત રમતગમત સત્તામંડળમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ ૧ તરીકે જ્યારે મહિલાઓ માટેની ચેસ રમતમાં કાંસ્ય ચંદ્રક જીતનાર ખેલાડી  હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકા...

નવેમ્બર 9, 2024 5:51 પી એમ(PM) નવેમ્બર 9, 2024 5:51 પી એમ(PM)

views 6

વડતાલ: લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા

પવિત્ર તીર્થધામ વડતાલ ખાતે ઉજવાઇ રહેલા લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતાં. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આ ઉત્સવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંક્લપને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત માટે સંકલ્પબદ્ધ થવાની પ્રેરણા પુરી પાડે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે આપણા ધર્મ, આસ્થા અને સાંસ્કૃતિક ચેતનાના કેન્દ્ર–ના અનુરૂપ વિકાસનો એક નવા યુગનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે લક્ષ્મી ન...

ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM) ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM)

views 9

રાજ્યના ૬૦,૨૪૫ કર્મીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે : ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારનાં કર્મચારીઓને છઠ્ઠાને બદલે સાતમા પગારપંચ મુજબ ભથ્થાં આપવાનો અને 2005 પહેલાંનાં કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વય નિવૃત્તિ કે અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  રાજ્ય સરકારનાં કર્મચારીઓની ઉચ્ચક બદલી દરમિયાન મુસાફરી ભથ્થું અને વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમાં પગાર પંચ પ્રમાણે આપવામાં આવશે. ગઈ કાલે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ...

ઓક્ટોબર 6, 2024 7:11 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 7:11 પી એમ(PM)

views 7

પંચમહાલ: મુખ્યમંત્રીએ ઓરવાડામાં આરોગ્યમ્ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલનો પ્રારંભ કરાવ્યો

‘વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે જનઆરોગ્ય સુખાકારી એ અગત્યનું પાસું છે.’ પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક ઓરવાડા ખાતે આરોગ્યમ્ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ અને આયુષ્માન યોજનાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ‘યોગ અને પર્યાવરણ આધારિત જીવનશૈલી અને શ્રીઅન્ન જેવા સ્વાસ્થ્યવર્ધક અભિયાન દ્વારા પ્રધાનમંત્રીએ નાગરિકોને આરોગ્ય રક્ષાકવચ આપ્યું છે.’ શ્રી પટેલે કહ્યું કે, ‘રાજયના આદિવાસી બહુલ વિસ્તારોમાં અદ્યતન હૉસ્પિટલો સાથે આરોગ્ય મહાવિદ્યાલયો પણ શરૂ કર...