જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM) જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM)

views 6

રાજ્ય સરકારે એક જ દિવસમાં વિવિધ વિકાસ કાર્યો માટે રૂ.605.48 કરોડ ફાળવ્યા

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં વિવિધ વિકાસકાર્યો માટે 605 કરોડ 48 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ, નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા 40 કરોડ રૂપિયા, 13 નગરોમાં ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડ રૂપિયા, 22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન બનાવવા રૂપિયા 33 કરોડ, સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ, આઉટગ્રૉથ વિસ્તાર વિકાસ, શહેરી સડક યોજના, ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે 493 કરોડ 48 લાખ રૂપિયા ફાળવાયા છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરની આગવી ઓળખના વિકા...

જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM) જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM)

views 11

13 મીથી મહાકુંભનો પ્રારંભ થશે, મુખ્યમંત્રી યોગી આકાશવાણીની કુંભવાણી ચેનલને લૉન્ચ કરશે

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આગામી તા. ૧૩મી જાન્યુઆરીથી મહાકુંભ ૨૦૨૫નો પ્રારંભ થશે. આ મહાકુંભનો મેળો તા. ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ભવ્ય કાર્યક્રમ પોષ પૂર્ણિમાના પવિત્ર અમૃત સ્નાનથી શરૂ થશે અને મહાશિવરાત્રીના દિવસે મહાકુંભ ૨૦૨૫ના છેલ્લા અમૃત સ્નાન સાથે સમાપ્ત થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, આ વર્ષે અંદાજીત ૪૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આ મહાકુંભમાં સહભાગી થશે. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહાકુંભ 2025 ને સમર્પિત આકાશવાણીની કુંભવાણી ચેનલને પણ લોન્ચ કરશે. માહિતી અન...

ડિસેમ્બર 28, 2024 5:50 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 5:50 પી એમ(PM)

views 14

લોથલ: CM ભૂપેન્દ્ર પટેલે દેશના પ્રથમ NMHCની કાર્યપ્રગતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ, NMHCની કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને મનસુખ માંડવિયાએ નિર્માણના પ્રથમ તબક્કા હેઠળ ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતની પ્રાચીન ભવ્ય સામુદ્રિક વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને વિરાસત ભી વિકાસ ભી સાકાર કરવાની નેમ પાર પડશે. NMHCનો પહેલો તબ્બકો હાલ નિર્માણાધીન છે. આ તબક્કા હેઠળ NMHC મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે, જેમાં છ ગેલેરીઓનો સમાવે...

ડિસેમ્બર 28, 2024 3:23 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 3:23 પી એમ(PM)

views 16

CM ભુપેન્દ્ર પટેલે ખાતે સીદસરના ઉમિયાધામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કર્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગરના જામજોધપુર ખાતે સીદસરના ઉમિયાધામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કર્યા હતા. ઉમિયાધામ ખાતે માતાજીના પ્રાગટ્યોત્સવના સવા સો વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સીદસર ખાતે માં ઉમિયા માતાજીના દર્શન કરી આગેવાનોને મળ્યા હતા. ત્યારબાદ ઉમિયાધામ આયોજિત વિશાળ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.