ઓક્ટોબર 6, 2024 6:49 પી એમ(PM)

views 29

મહીસાગર: વીરપુરમાં અદ્યતન સુવિધાઓથી સુસજ્જ સિવિલ અદાલત ભવનનું લોકાર્પણ

મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે રાજ્ય વડી અદાલતના ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીએ અંદાજિત 502.81 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ સિવિલ અદાલત ભવનનું લોકાર્પણ કર્યું હતું . અદાલતનું આ નવું ભવન ઈ સેવા કેન્દ્ર, મેડિકલ કક્ષ, મહિલા અને બાળકો માટેના વિશેષ કક્ષ સહિતની અદ્યતન સુવિધાઓથી સુસજ્જ છે. આ પ્રસંગે ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીએ જણાવ્યું કે, નવા ભવનના નિર્માણથી ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની સાથે લોકોને અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નવીન ન્યાય મંદિરના નિર્માણથી લોકોની ઝડપથી...