એપ્રિલ 26, 2025 7:46 એ એમ (AM) એપ્રિલ 26, 2025 7:46 એ એમ (AM)

views 2

જાફરાબાદ બોટમાથી ચાઇનીઝ સ્વંયમ સંચાલિત ઓળખ ઉપકરણ મળ્યું

અમરેલીના જાફરાબાદ બોટમાથી ચાઇનીઝ કંપનીનુ સ્વંયમ સંચાલિત ઓળખ ઉપકરણ મળી આવ્યું હતું. પોલીસને મળેલી બાતમીના આધારે સામાકાંઠા પુલ પાસેની એક બોટમા તપાસ કરાઇ હતી. તપાસ બાદ આ ઉપકરણ હાથ લાગતાં તેમાંથી વાંધાજનક સંદેશા વ્યવહારની આપલેની પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી. પીપાવાવના કોસ્ટગાર્ડ સ્ટેશન દ્વારા અપાયેલા માહિતીના આધારે પોલીસે વિજયદેવ કૃપા નામની બોટમાંથી આ ઉપકરણ કબજે કર્યું હતું.